કૃતિ સૈનોન સ્ટારર 'મિમી'નું શુટિંગ જયપુર, રાજસ્થાનમાં શરૂ થશે. કૃતિએ ગુલાબી શહેરનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તે 'મીમી' ફિલ્મના શુટિંગ માટે ગુલાબી શહેર પહોંચી છે. જે પ્રોડ્યુસર દિનેશ વિઝન સાથે આ તેનો ત્રીજો પ્રોજેક્ટ છે.
કૃતિ 'મિમી'ના શુટિંગ માટે જયપુર પહોંચી,શેર કરી તસ્વીર શુક્રવારે કૃતિએ ગુલાબી શહેરનો ફોટો પણ ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી હતી જેમાં #mimi લખ્યું હતું.
આગામી ફિચર ફિલ્મમાં 'બરેલી કી બરફી'નાં અભિનેતા પંકજ ત્રિપાઠી પણ હશે. આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતેલી મરાઠી ફિલ્મ 'માલા આઈ વિહાઈ કી' પર આધારિત છે. જેમાં વિદેશિયો દ્વારા સરોગેટ તરીકે કામ કરતી મહિલા સાથે કેવો વ્યવહાર થાય છે એ દર્શાવામાં આવ્યું છે. તાજેતરમાં તે મલ્ટીસ્ટારર હાઉસફુલ 4માં પણ જોવા મળી હતી. પુનર્જન્મ પર આધારિત આ ફિલ્મ 25 ઑક્ટોબરે રિલિઝ થઈ હતી, મંગળવારે 100 કરોડની કમાણી કરી હતી.
કૃતિ આશુતોષ ગોવરિકરએ ડિરેક્ટ કરેલી ફિલ્મ પાણીપતમાં પણ જોવા મળશે. જો પાણીપતના ત્રીજા યુધ્ધ પર આધારિત છે. પાણીપતનું ત્રિજુ યુધ્ધ સદાશિવરાવ ભાોઉના નેત્તૃત્વ હેઠળ મરાઠા સામ્રાજ્ય અને અફધાન રાજા અહમદ શાહ અબ્દાલીના હમલખોરો વચ્ચે લડાયું હતું.