ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ક્રિતી સેનને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ, મેડિટેશન કરતી જોવા મળી - ક્રિતી સેનન ઇન્સ્ટાગ્રામ ન્યુઝ

ક્રિતી સેનને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે મેડિટેશન કરતી જોવા મળી મળી રહી છે. કેપ્શનમાં અભિનેત્રીએ દરેકને યોગ કરવા અને પોતાની જાતની સંભાળ કરવા અપીલ કરી છે.

ક્રિતી સેનને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ, મેડિટેશન કરતી જોવા મળી
ક્રિતી સેનને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ, મેડિટેશન કરતી જોવા મળી

By

Published : Apr 7, 2020, 8:41 PM IST

મુંબઇ : બોલીવુડ અભિનેત્રી ક્રિતી સેનને મંગળવારે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે તેના પ્રશંસકોને સ્વાસ્થ્ય સંભાળ રાખવા માટે કહ્યું છે.

ક્રિતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી સંદેશ આપ્યો હતો. હાલમાં અભિનેત્રીએ પોતાની ફિલ્મની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બ્લુ ટેન્ક ટોપ અને ચેક શોર્ટ્સ પહેરીને ધ્યાનમાં બેઠેલી જોવા મળી રહી છે.

ક્રિતીએ આ સાથે એક કેપ્શનમાં લખ્યું, તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. #વર્લ્ડ હેલ્થ ડે. પથારીમાંથી ઉભા થયો, આળસ ખંખેરો , થોડી કસરતો કરો, યોગ કરો.

ABOUT THE AUTHOR

...view details