મુંબઈઃ હાલ લોકડાઉનને કારણે બૉલીવૂડમાં અનેક પ્રોજેક્ટ અટકી પડ્યા છે. એવામાંં જાણકરારી મળી છે કે, અભિનેત્રી કેટરીના કૈફ ન્યુ એકટર ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે આગામી હોરર કોમેડી ફિલ્મ 'ફોન બૂથ'માં સ્ક્રિન શેર કરશે.
'ફોન બૂથ'માં કેટરીના ઈશાન ખટ્ટર સાથે સ્ક્રિન શેર કરશે - Phone Booth news
બૉલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ ન્યુ એકટર ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે આગામી હોરર કોમેડી ફિલ્મ 'ફોન બૂથ' માં સ્ક્રિન શેર કરશે.
જો કે, હજી સુધી આ પ્રોજેક્ટ અંગે કોઈ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી. સિદ્ધાંતે આ જોડી સાથે આગામી પ્રોજેક્ટને હા પાડી દીધી છે. જેનાથી ચાહકોમાં ભારે ઉત્તેજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ આ ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહી છે.
મળતી માહિતી મુજબ ઈશાન ખટ્ટર આ ફિલ્મને લઈ ખુબ જ ઉત્સાહિત છે. ધડક અભિનેતાએ કહ્યું હતું કે, તેમણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી અને તેમને ખૂબ જ પસંદ આવી છે. આ વિષય પર વધારે જાણકારી ન આપતાં તેમણે કહ્યું હતું કે, જ્યા સુધી કામ શરૂ ન થાય ત્યાં સુધી દર્શકોએ રાહ જોવી પડશે.