અક્ષય કુમારની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'ને લઇ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, ફિલ્મ 'સિમ્બા'ની સફળતા બાદ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ કેટલીક ફિલ્મોની રિમેક કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક સૂર્યવંશી છે.
કેટરીના બની "સૂર્યવંશી" ગર્લ, અક્ષય કુમારે કર્યું સ્વાગત - Rohit shetty
મુંબઇ: ખેલાડી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેની સાથે કેટરીના, કરણ જોહર તથા રોહિત શેટ્ટી જોવા મળશે. આ ફોટા સાથે અક્ષયે પોતાની આગામી ફિલ્મ "સૂર્યવંશી " વિશે પણ જાણકારી આપી હતી. ખેલાડીએ કહ્યું કે, આ ફિલ્મમાં કેટરીના સૂર્યવંશી ગર્લનું પાત્ર ભજવશે.
સૂર્યવંશી
અક્ષય કુમાર, રોહિત શેટ્ટી તથા કેટરીના કૈફ ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ મે-જુન માં શરૂ થશે.આ ફિલ્મને વર્ષ 2020ની ઇદ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ સૂર્યવંશીને કરણ જોહર, રોહિત શેટ્ટી તથા અક્ષય કુમાર પ્રોડ્યૂસ કરશે.