- કેટરીના કૈફ છવાઈ સોશિયલ મીડિયામાં
- પોતાના અલગ અલગ મૂડના 4 ફોટો શેર કર્યાં
- Katrina Kaifએ ફોટોઝને નામ પણ આપ્યાં
ન્યૂઝ ડેસ્ક(Bollywood News):બૉલીવૂડ અભિનેત્રી કૈટરીના કૈફની (Bollywood Actress Katrina Kaif) ‘સૂર્યવંશી’ બનીને તૈયાર છે. પણ હજી સુધી રિલીઝ થઈ શકી નથી. અક્ષયકુમારની આ ફિલ્મને નિર્માતા મોટા પડદા પર રિલીઝ કરવા માગે છે. પણ કોરોનાને કારણે સીનેમાઘર ખુલવાનું નામ લેતા નથી. એટલા માટે ફિલ્મ પેન્ડિંગ પડી રહી છે. હાલ કૈટરીના કૈફ તેના બાકીના પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગઈ છે.
આ પણ વાંચો:કેટરીના કૈફ અને વિક્કી કૌશલ રિલેશનશિપમાં છે, અનિલ કપુરના પુત્ર હર્ષવર્ધને ભાંડો ફોડ્યો
કેટરીનાના દેખાયા વિવિધ મૂડ
કૈટરીનાને તેના ફેન્સનું દિલ જીતતા આવડે છે. તે તેના ફોટા દ્વારા અથવા તો ફિલ્મો દ્વારા ફેન્સને ખુશ કરી દે છે. આ વખતે કૈટરીના કૈફે પોતાના ચાર ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેમાં તે અલગઅલગ મુડમાં દેખાય છે. બે ફોટામા કૈટરીના કૈફ દિલ ખોલીને હંસી રહી છે, અને બીજા બે ફોટામાં તે થોડી ગંભીર જોવા મળી રહી છે. કૈટરીના કૈફે આ ફોટોને શેર કરીને લખ્યું છે કે ‘મૂડ્સ…’
આ પણ વાંચો: લોકડાઉનમાં કઇ રીતે ખુશ અને તણાવમુક્ત રહે છે કેટરીના કૈફ, જાણો...
સનાએ કેટને કહ્યું 'ક્યૂટી'
કૈટરીના કૈફે (Katrina Kaif) આ ફોટા જેવા ઈન્સ્ટાગ્રામ પર મૂક્યાં કે તરત જ તેના ફેન્સે લાઈક્સ કરવા માટે ધૂમ મચાવી દીધી છે. આ ફોટોને અત્યાર સુધી 17 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેના પરથી કૈટરીના કૈફની લોકપ્રિયતાનો અંદાજ મેળવી શકાય છે. દંગલ ફિલ્મની ગર્લ ફાતિમા સના શેરે તેના ફોટા પર ‘ક્યૂટી’ લખીને કોમેન્ટ કરી છે. તેમજ બોલીવુડની અનેક હસ્તીઓએ પણ કોમેન્ટ લખીને લાઈક્સ કરી છે.