તાજેતરમાં સ્ટાર સ્ક્રીનના એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં અભિનેતા કાર્તિક આર્યન અને સારાઅલી ખાન એકબીજાનો હાથ પકડી જોવા મળ્યાં હતાં. તેમણે સ્ટેજ પર એકબીજાની સાથે જુગલબંદી કરી હતી. જેમાં કાર્તિકે તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પતિ પત્ની ઓર વો' ગીત પર સારા સાથે રેમ્પ વૉક કર્યુ હતું. તે દરમિયાન સારાને સંભાળવા માટે કાર્તિકે તેનો હાથ પક્ડ્યો હતો.
એકવાર ફરી સાથે જોવા મળી કાર્તિક અને સારા... - સારાઅલી ખાન ન્યૂઝ
મુંબઈઃ બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન ફરી એકવાર અભિનેત્રી સારાઅલી ખાન સાથે જોવા મળ્યાં હતા. તેઓ એક એવોર્ડ સમારોહમાં એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા. જેથી ફરીએકવાર તેમના લીંકઅપ ખબરો ટોક ઓફ ધ ટાઉન બની છે.
એકવાર ફરી સાથે જોવા મળી કાર્તિક અને સારા...
ઉલ્લેખનીય છે કે, તે બંને લવ આજકલ-2 ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. જેથી અવનારનવાર તેમના બ્રેકઅપ અને લીંકઅપની ખબરો આવતી રહે છે.