ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કાર્તિકે પોતે ઘરડા દેખાતા હોય તેવો ફોટો કર્યો શેર, જાહન્વી અને ભુમિએ કહ્યું કે... - કાર્તિક આર્યન ન્યૂજ

બૉલીવુડના ક્યુટ બોય તરીકે ઓળખાતા કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફેસ એપના માધ્યમથી એડીટ કરેલો ઘરડો ફોટો શેર કરી કાર્તિકે કેપ્શનમાં લખ્યું છે કે, બાગબાનની રિમેક બનાવીએ, હિરોઈન્સ પોતાની એન્ટ્રી મોકલે.

kartik
kartik

By

Published : Apr 4, 2020, 7:50 PM IST

મુંબઈઃ કોરોનાવાઈરસને લીધી ચાલતા લોકડાઉનમાં બૉલીવૂડ સ્ટાર્સ કઈ રીતે પોતાનો સમય પસાર કરે છે તે સોશિયલ મીડિયામાં શેર કરતા રહેતા હોય છે. ક્યુટ અભિનેતા કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ઘરડો ફોટો શેર કર્યો છે. આ સાથે તેમણે ફોટામાંં મજેદાર કેપ્શન પણ લખ્યું છે.

હાલ બૉલીવુડ સ્ટાર્સ ઘરમાં રહી ટાઈમ પાસ કરી રહ્યાં છે. આ દરમિયાન કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતે ઘરડા દેખાતા હોય તેવો એક ફોટો શેર કર્યો છે. જે ફોટો સાથે તેમણે મજેદાર કેપ્શન લખ્યું છે. ફેસ એપના માધ્યમથી બનાવેલો ફોટો શેર કરતાં મજાકિયા અંદાજમાં કાર્તિકે લખ્યું છે કે, ' બાગબાન ની રિમેક બનાવીએ, હિરોઈન્સ પોતાની એન્ટ્રી મોકલે'.

કાર્તિકની આ પોસ્ટ પર અનેક સેલેબ્સે કોમેન્ટ કરી છે. જાન્હવી કપુરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે,મે મારી એન્ટ્રી મોકલી દીધી છે. મજાકિયા અંદાજમાં જાહન્વીએ ઉમેર્યુ કે આશા છે કે આ રોલ માટે હું વધારે ઘરડી નહી લાગુ ને..! હું કથક કરી શકુ છું અને વૈલિડ પાસપોર્ટ પણ છે.

અભિનેત્રી ભુમિ પેડનેકરે પણ કોમેન્ટ કરી છે. ભુમિએ કહ્યું કે, સર પ્લીઝ.. મારી પ્રોફાઈલ ચેક કરો. આ રીતે મજાકિયા અંદાજમાં ભુમિએ કાર્તિકની પોસ્ટ પર રિપ્લાય આપ્યો હતો. આ સાથે અર્જુન કપુર સહિત અનેક સેલેબ્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details