ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે આવ્યું નવું સદસ્ય, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ - બ્રીચ કેન્ડી હોસ્પિટલ

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને રવિવારે એક પુત્રને જન્મ આપ્યો હતો. જે કરીના અને અભિનેતા સૈફ અલી ખાનનું બીજુ સંતાન છે. કરીનાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓએ સવારે 9 વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો.

કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે આવ્યું નવું સદસ્ય, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ
કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે આવ્યું નવું સદસ્ય, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

By

Published : Feb 21, 2021, 1:56 PM IST

  • બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને રવિવારે એક પુત્રને જન્મ આપ્યો
  • કરીનાને અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
  • સૈફ અલી ખાન અને કરીનાનું આ બિજુ સંતાન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને રવિવારે એક પુત્રને જન્મ આપ્યો હતો. જે કરીના અને અભિનેતા સૈફ અલી ખાનનું બીજુ સંતાન છે. કરીનાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓએ સવારે 9 વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે સૈફ અલી ખાન અને કરીના એક પુત્ર તૈમૂર અલી ખાનના માતા-પિતા છે.

કરીનાએ સવારે 9 વાગ્યે પુત્રને જન્મ આપ્યો

કરીનાના પિતા રણધીર કપૂરે જણાવ્યું હતું કે, "કરીનાએ સવારે 9 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો. હું જલ્દી જ તેની મુલાકાત લઈશ. ગર્ભાવસ્થા દરમિયાન કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. તેણે તેની ફિટનેસનું પૂરું ધ્યાન રાખ્યું હતું. તે યોગ કરતી પણ જોવા મળી હતી. સાથે જ તેના કામ પર પણ પૂરું ધ્યાન આપ્યું હતું.

અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ ચાહકો સાથે બૂમરેંગ વીડિયો શેર કર્યો હતો

અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ ચાહકો સાથે બૂમરેંગ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, તે ગર્ભાવસ્થાના 9માં મહિનામાં વધુ મજબૂત થઈ રહી છે. તેણે વિડિયો શેર કર્યો ત્યારે કેપ્શનમાં લખ્યું હતું કે, "નવ મહિનામાં વધુ અને વધુ મજબૂત બનશે."

કરીનાએ ઓક્ટોબર 2012માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં

કરીનાએ ઓક્ટોબર 2012માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં. 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમૂરનો જન્મ થયો હતો. તૈમૂર હવે 4 વર્ષનો છે. કરીનાએ અને સૈફ અલી ખાને તેના પહેલા પુત્રનું નામ તૈમુર રાખ્યું હતુ, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ આ નામ અંગે સવાલો ઉભા કરવાનું શરૂ કર્યું હતું. સૈફ અલી ખાને પહેલા અભિનેત્રી અમૃતા રાવ સાથે લગ્ન કર્યાં હતાં. સૈફ અને અમૃતાના બે બાળકો છે. સૈફ અને કરીનાને બે બાળકો થતાં સૈફના હવે 4 બાળકો છે. બંનેની જોડી સૈફિના તરીકે પ્રખ્યાત છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના 'લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે. તેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં છે.

ABOUT THE AUTHOR

...view details