મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર નફરત મળતાં ફિલ્મ નિર્માતા કરણ જોહર સ્પષ્ટ રીતે દુ:ખી છે. તેની ઉપર લગાવવામાં આવેલા નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. આ વાતથી તે ખૂબ જ દુ:ખી જોવા મળે છે.
તેના નજીકના મિત્રએ જણાવ્યું કે, તે હાલ કોઇ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. કરણને જયારે ફોન કરવામાં આવે છે ત્યારે તે રડવા લાગે છે. કરણ સાવ ભાંગી પડ્યો છે. તેને વર્ષોથી ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સુશાંત સિંહના મોત બાદ તે અંદરથી તૂટી ગયો છે. કરણના નજીકના મિત્રએ તાજેતરના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, સુશાંતના મૃત્યુ પછી તેને જે તિરસ્કાર મળ્યો હતો. તેનાથી તે વિખેરાઇ ગયો છે.
રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, કરણની સાથે તેના તેની નજીકના લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આથી જ કરણ પોતાને દોષિત માને છે. તેના ત્રણ વર્ષના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
અનન્યા પાંડે જેવા લોકો સોશિયલ મીડિયા પર નફરતનો ભોગ બની રહ્યાં છે. આ લોકોને સુશાંતની ખોટની ભરપાઈ કરવા માટે આત્મહત્યા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. સાચી વાત એ છે કે, અનન્યાનું સુશાંત સાથે કોઈ કનેક્શન પણ નહોતું. તેના વકીલે સલાહ આપી છે કે, આ કેસમાં ચૂપ રહેવું જ વધુ સારું છે. કરણ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.
કરણ છેલ્લાં 25 દિવસથી ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામથી દૂર છે. કરણે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ પાઠવતી અંતિમ પોસ્ટ કરી હતી. કરણે અફસોસ વ્યક્ત કર્યો હતો.