ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કરણ જોહરે 1.50 કરોડની Audi ખરીદી, ફોટા થયા વાયરલ - કરણ જોહર નવી કાર

બોલીવૂડ ફિલ્મમેકર કરણ જોહર ( Karan Johar ) લકઝરી લાઈફ જીવે છે અને તેઓ કેટલીય મોંઘી ચીજોના માલિક છે. હવે તેમની કારોની સંખ્યામાં વધુ એક કારનો વધારો થયો છે. કરણ જોહરે તાજેતરમાં જ એક ઓડી એ8 એલ ( Audi A8 L ) કાર ખરીદી છે.

કરણ જોહર
કરણ જોહર

By

Published : Aug 3, 2021, 11:08 PM IST

Updated : Aug 4, 2021, 4:25 PM IST

  • ફિલ્મમેકર કરણ જોહરની નવી ગાડીની તસવીર સામે આવી
  • કરણે ખરીદી નવી ઓ઼ડી Audi A8 L
  • ઓડી કારની કિંમત 1.56 કરોડ (એક્સ શોરૂમ, ભારત) રૂપિયા

ન્યૂઝ ડેસ્ક: કરણ જોહરે (Karan Johar) ખરીદેલી ઓડી કારની કિંમત 1.56 કરોડ (એક્સ શોરૂમ, ભારત) રૂપિયા છે. આ કાર પેટ્રોલ એન્જિન ધરાવે છે અને કાર એક કલાકમાં 100 કિલોમીટરની સ્પીડ ફકત 5.7 સેકન્ડમાં પકડી શકે છે.

આ પણ વાંચો- Bollywood Father's Day Celebration: Actor Sonu Soodએ પૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી ગિફ્ટ કરી

કંપનીએ ઇમેજ શેર કરી

ઓડી ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરીને કરણ જોહર દ્વારા કાર ખરીદી થઈ હોવાની જાણકારી આપી છે. આ તસવીરમાં કરણ જોહર પોતાની નવી કાર સાથે ઉભેલા દેખાય છે અને તેમની સાથે ઓડી ઈન્ડિયાના હેડ જોવા મળે છે.

આ પણ વાંચો- બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન

અપકમિંગ પ્રોજેક્ટ્સ

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ પછી પાંચ વર્ષ બાદ ડાયરેક્શનમાં પાછા ફરી રહ્યાં છે. તેમની હાલમાં જ અપકમિંગ ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીરસિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે. કરણ જોહરની પાઈપલાઈનમાં ફિલ્મ પીરિયડ ડ્રામા ‘તખ્ત’ પણ આવવાની છે. આ ફિલ્મમાં રણવીરસિંહ, વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર અને જાહ્નવી કપૂર છે.

Last Updated : Aug 4, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details