ગુજરાત

gujarat

ETV Bharat / sitara

kapil sharma shared video: કપિલ શર્માએ કર્યો વીડિયો શેર, ફેન્સે કહ્યું........ - Social Media

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વિવાદ (The Kashmir Files) ની હવા કપિલ શર્મા સુધી પહોંચી ગઇ છે. ફિલ્મ 'કાશમીર ફાઇલ્સ'ના ડિરેક્ટરે કપિલ અંગે ખુલાસો કર્યો હતો કે, તેની આ ફિલ્મના પ્રમોશન માટે તેમની તરફથી કોઇ આમંત્રણ આપવામાં આવ્યું નથી, ત્યારે કપિલ શર્માએ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો (kapil sharma shared video) છે. જેમાં કપિલ કઇક આવુ કરતો જોવા મળી રહ્યો છે.

kapil sharma shared video: કપિલ શર્માએ કર્યો વીડિયો શેર, ફેન્સે કહ્યું........
kapil sharma shared video: કપિલ શર્માએ કર્યો વીડિયો શેર, ફેન્સે કહ્યું........

By

Published : Mar 16, 2022, 1:28 PM IST

ન્યૂઝ ડેસ્ક: અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ને લઈને વિવાદ વધુ જોર પકડી રહ્યું છે. આ વિવાદની આગ બોલીવુડથી લઈને રાજકારણ સુધી ફેલાઇ છે. આ સંજોગોમાં કપિલ શર્મા પણ આ આગની ઝપેટમાં આવી ગયા છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો (kapil sharma shared video) છે.

કપિલે તેને પ્રમોશન માટે આમંત્રણ આપ્યું ન હતું: વિવેક રંજન અગ્રિહોત્રી

'ધ કપિલ શર્મા' શોથી દેશ અને દુનિયાના દર્શકોને હસાવનાર કપિલ શર્મા હાલ ચર્ચામાં છે. જેનું પ્રમુખ કારણ છે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'. આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક રંજન અગ્રિહોત્રીએ જણાવ્યું હતું કે, કપિલે તેને પ્રમોશન માટે આમંત્રણ આપ્યું ન હતું. કારણ કે આ ફિલ્મમાં કોઈ દિગ્ગજ સ્ટાર્સ નથી. આ બાદ સોશિયલ મીડિયા (Social Media) પર કપિલ વિરુદ્ધ આ વાતે જોર પકડ્યું છે.

કપિલનો બચાવ કરતા અનુપમ ખેરે નિવેદન આપ્યું.....

આ સંજોગોમાં કપિલનો બચાવ કરતા અનુપમ ખેરે નિવેદન આપ્યું હતું કે, ખરેખર તો ફિલ્મની સામગ્રી અત્યંત ગંભીર છે અને તેના લીધે આ શોમાં જવાની જરૂર નથી. 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં દર્શાવવામાં આવેલા કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર પ્રત્યે લોકોની સહાનુભૂતિ અને 'ધ કપિલ શર્મા શો' પર લોકોની પ્રતિક્રિયા મિશ્રિત થઈ રહી છે.

આ પણ વાંચો:Prabhas fan commits suicide: ફિલ્મ 'રાધે-શ્યામ'ને નેગેટિવ રિવ્યુ મળ્યા તો પ્રભાસના ફેન્સએ કરી આત્મહત્યા

જામો કપિલે તેનો આ વીડિયો શેર કરી શું કહ્યુ....

આ દરમિયાન કપિલ શર્માએ બુધવારે 16 માર્ચના રોજ તેના વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કપિલ ખૂબ જ ચિલ મૂડમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા કપિલ શર્માએ લખ્યું કે, "જ્યારે તમારી ઓફિસમાં શિફ્ટ 6 વાગ્યે શરૂ થાય છે અને તમે 4 વાગ્યે જિમ પહોંચો છો, તો કોઈ બહાનું નહીં, સ્વસ્થ રહો, ખુશ રહો, બધાને પ્રેમ".

કપિલના આ વીડિયો પર ફેન્સે કરી કઇક આવી કોમેન્ટ

કપિલ શર્માના આ વીડિયો પર ફેન્સ મસ્તી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, "લાગે છે કે દીપિકા પાદુકોણ આજે શોમાં દેખાવાની છે, આ માટે તે પહેલેથી તૈયારી કરી રહ્યો છે', ત્યારે અન્ય એક યૂઝર કહે છે, અક્ષય કુમાર સર આજે સેટ પર આવ્યા છે, એટલે તમે ચાર વાગે ઉઠી વર્કઆઉટ કરી રહ્યા છો". જોકે કપિલના કેટલાક ચાહકોએ તેને વર્કઆઉટ કરતા જોઈને પ્રશંસા કરી છે.

આ પણ વાંચો:Vinod Kapri announce Gujarat Files: વિનોદ કાપરીએ કર્યુ 'ગુજરાત ફાઇલ્સ' બનાવાનું એલાન, પીએમને કર્યો આ સવાલ

ABOUT THE AUTHOR

...view details