ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Kangana Ranut React On Gagubai Kathiyavadi: કંગના રનૌત આવી ફરી વિવાદમાં - Kangana Ranut Instagram Account

કોઇપણ વિષય પર બેફામ નિવેદનો આપીને ચર્ચામાં રહેવા માટે કંગના રનૌતે નવો રસ્તો શોધ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક્ટ્રેસે અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના પ્રમોશનનો વારો કાઢ્યો છે. તાજેતરમાં ફિલ્મનો આલિયાનો એક ડાયલોગ બોલતી એક બાળકીનો વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. જેના પર કંગનાએ વિવાદીત નિવેદન આપ્યું (Kangana Ranut React On Film Gagubai Kathiyavadi) છે. વાંચો અહેવાલ..

Kangana Ranut React On Film Gagubai Kathiyavadi: કંગના આવી ફરી વિવાદોમાં
Kangana Ranut React On Film Gagubai Kathiyavadi: કંગના આવી ફરી વિવાદોમાં

By

Published : Feb 14, 2022, 5:17 PM IST

Updated : Feb 14, 2022, 5:30 PM IST

મુંબઇ: હાલ આલિયાનો એક ડાયલોગ બોલતી નાની બાળકીનો વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. આ મામલે કંગનાએ પોતાનું રિએક્શન (Kangana Ranut React On Film Gagubai Kathiyavadi) સોશિયલ મીડિયા પર આપ્યું છે. આ અગાઉ કંગનાએ 'ગહરાઈયાં' ફિલ્મ પર રિએક્શન (Kangana Ranut react on gehraiyaa) આપતા કહ્યું હતું કે, ‘ફિલ્મના નામે કચરો ન વેચો ખરાબ ફિલ્મ ખરાબ જ રહેશે એમાં કોઇ ગહરાઇયાંની વાત નથી. આ પ્રકારનો કંગનાએ આ ફિલ્મ પર કટાક્ષ કર્યો હતો.

આ પણ વાંચો:Series Modern Love Release In India's Three State: પ્રાઇમ વિડીયોએ આપી લોકોને એક ખુશખબર, જાણો તેના વિશે

કંગનાએ સર્જયો વિવાદ

તાજેતરમાં વાયરલ થયેલા વિડીયા પર કંગનાએ ઈન્સ્ટા સ્ટોરીમાં (Kangana Ranut Instagram Account) લખ્યું, 'સરકારે તમામ એવા પેરેન્ટ્સ વિરુદ્ધ એક્શન લેવા જોઈએ જે આવી ફિલ્મના પ્રમોશનના પૈસા કમાવવા માટે નાનાં બાળકોને સેક્સ્યુલાઈઝ કરી રહ્યા છે. આ એક ફેમસ વેશ્યા અને દલાલની બાયોપિક છે જેણે પોતાની તાકાત વધારવા માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને છોકરીઓ સપ્લાય કરી હતી. મહિલા અને બાળ વિકાસ પ્રઘાન સ્મૃતિ ઈરાનીજી કૃપા કરી આ મામલે ધ્યાન આપો.' વધુમાં પોતાનો ગુસ્સો ઠાલવતાં કંગનાએ લખ્યું કે, 'શું આ બાળકીએ મોઢામાં બીડી લઈ અશ્લીલ ડાયલોગ્સ બોલી સેક્સ વર્કરની નકલ કરવી જોઈએ? તેની બોડી લેંગ્વેજ જુઓ. આ ઉંમરે તેને કામુક દર્શાવવી યોગ્ય છે? આવા અનેકો બાળકોનો આવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.'

Kangana Ranut React On Film Gagubai Kathiyavadi: કંગના આવી ફરી વિવાદોમાં

જાણો ફિલ્મ વિશે

જણાવીએ કે આલિયા ભટ્ટ સ્ટારર 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મ 25 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ (Film Gangubai Kathiyavadi Release date) થશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી છે અને મૂવીમાં અજય દેવગણ અને વિજય રાઝ પણ છે. આ ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ'ના એક ચેપ્ટર પર બેઝ્ડ છે.

આ પણ વાંચો:Naggin Season 6: 'નાગિન' ફ્રેન્ચાઈઝી હિટ ગયાના રાઝ પરથી તેજસ્વીએ ઉઠાવ્યો પડદો

Last Updated : Feb 14, 2022, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details