મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલો દિન-પ્રતદિન પેચીદો બનતો જાય છે. આ મુદ્દે ઘટના મુદ્દે કંગના રનૌત સતત પોતાના નિવેદન આપી રહી છે. સુશાંતસિહની આત્મહત્યા બાદ બૉલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દે ઉછળ્યો છે. જેને લઈ કંગના અનેક સેલિબ્રિટિઝ પર નિશાન સાધી રહી છે. હાલ કંગનાએ અભિનેતા આયુષ્માન ખુરાના પણ નિશાન સાધ્યુ છે. આ પહેલા કંગનાે મહેશ ભટ્ટ, કરણ જૌહર, સલમાન ખાન અને આલિયા ભટ્ટ સહિત અનેક નાના-મોટા સ્ટાર્સ પર આક્ષેપો કર્યા હતાં.
કંગનાની ટીમ દ્વારા આયુષ્માન ખુરાનાને લઈ ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં લખ્યું છે કે, ચાપલૂસ આઉટસાઈડર્સ માત્ર વિચારોની સમાનતા જેવા એક કારણને લઈને જ માફિયા લોકોનું સમર્થન કરે છે, જેથી તેમને કોઈ ધમકાવતું નથી અને બાદમાં તે કંગના અને સુશાંત જેવા લોકોને મજાક બનાવી હકીકતને સામે લાવી શકતા નથી.