કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘પંગા' 24 જાન્યુઆરીએ પડદા પર જોવા મળશે. આ ફિલ્ની કહાની એક મા વિશે છે. જે પોતાના જીવનને એકવાર ફરી જીવવા અને માણવા માગે છે. ક્યારેક રેલવે માટે કબડ્ડી રમનાર જયા 32ની ઉમંર વટાવે છે. તેના લગ્ન થઈ જાય છે અને એક બાળકની માતા બને છે. પણ તેના સપના હજુ પણ તેની આંખોમાં જીવતા હોય છે. જેને તે ક્યારેક પાછળ મૂકીને તે આગળ નીકળી હતી. કંગના રનૌતના જીવનમાં કેટલીક એવી ઘટના થાય છે. જેનાથી તેના ખોવાયેલા સપના ફરી જાગે છે.
કંગનાની આગામી ફિલ્મ ‘પંગા' ફિલ્મનું ટ્રેલર રિલીઝ - કંગના રનૌત સ્ટાટર ફિલ્મ પંગા
મુંબઈઃ બૉલીવુડ ક્વીન કંગના રનૌતની આગામી ફિલ્મ ‘પંગા'નું ટ્રેલર રિલીઝ થયું છે. આ એક સ્પોટર્સ ડ્રામા ફિલ્મ છે. જે અશ્વિની અય્યર તિવારીના નિર્દેશનમાં બની છે. જેમાં કંગના જયા નિગમના પાત્રમાં જોવા મળશે. સાથે જ નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને જસ્સી ગીલ પણ મહત્વની ભૂમિકામાં છે.
કંગના
જયાને તેના દીકરા અને પતિનો સપોર્ટ મળે છે. એટલે તે ફરીથી કબડ્ડી રમવાનું નક્કી કરે છે. ત્યારબાદ તે ભોપાલ અને પછી દેશ માટે રમે છે. તેની સાથે તેના જીવનમાં અનેક પ્રકારના ચઢાવ-ઉતાર આવે છે.
ફિલ્મના ટ્રેલરમાં જયાનું ટૂંકુ અને લાગણીશીલ જીવન દર્શાવાયું છે. જે લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મની સાથે શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન સ્ટારર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર' રીલિઝ થવાની છે. ત્યારે કંઈ ફિલ્મ દર્શકોના મન જીતવામાં સફળ રહે છે તે જાણવું રસપ્રદ રહેશે.