મુંબઈઃ સુશાંત સિંહની શંકાસ્પદ મોત બાદ પોતાના તીખા નિવેદનોને કારણે કંગના રેનૌત હાલ ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી કંગના સોશિયલ મીડિયામાં ખુબ વધારે એકિટવ જોવા મળી રહી છે. તાજેતરમાં કંગનાએ ટ્વિટર પર તેના બાળપણનો એક ફોટો શેર કર્યો છે.
કંગનાએ ટ્વિટર પર પોતાના બાળપણનો ફોટો કર્યો શેર - કંગના રનૌત પોસ્ટ
અભિનેત્રી કંગના રનૌતે તાજતેરમાં ટ્વિટર પર પોતાના બાળપણનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબ જ ક્યુટ અને માસુમ જોવા મળી રહી છે.
જોકે છેલ્લા કેટલાક દિવસોથી કંગના ટ્વિટર પર કોઈના કોઈ મુદ્દે નિવેદન આપી નેતા અને અભિનેતાઓ પર શાબ્દિક હુમલો કરવા પોસ્ટ કરતી રહી છે, ત્યારે ફરી વાર કંગનાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. કંગનાએ તેના બાળપણનો એક ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'જ્યારે હું નાની હતી ત્યારે ખુદને મોતીથી શણગારતી હતી, ખુદ જ પોતાના વાળ કાપતી હતી અને ઢિંચણના સુધીના મોજા તેમજ હિલ્સ પહેરતી હતી. લોકો મારા પર હસતા હતાં. ગામડાંની જોકર બનવાને લઈ લંડન, પેરિસ, ન્યુયોર્ક ફેશન વીકની ફ્રન્ટ લાઈનમાં બેસવા સુધીની સફરમાં મે અહેસાસ કર્યો છે કે, ફેશન કંઈ નહીં, બસ ખુદને એક્સપ્રેસ કરવાની રીત છે.'
બાળપણના ફોટોમાં કંગનાએ પોતાને શણગારી કેમેરા સામે પોઝ દેતી જોવા મળે છે. કંગનાએ આ ફોટા સાથે અન્ય બે ફોટા પણ શેર કર્યા છે. જેમાંની તસવીરમાં તે કોઈ ફેશન ઈવેન્ટમાં બેઠેલી જોવા મળે છે.