- મહારાષ્ટ્ર સરકાર અને કંગના રનૌત વચ્ચે ટશનનો માહોલ સર્જાયો હતો
- કંગના રનૌતે કહ્યું કે, તે રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રુચિ ધરાવે છે, પરંતુ તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.
- થલાવીમાં કંગના ભૂતપૂર્વ તમિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાની ભૂમિકા નિભાવશે.
મુંબઈ: કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે ખેડૂત આંદોલન અંગે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ સાથે ટ્વિટર પર દલીલ કરી હતી. ચોથી વાર રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ જીતનારી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે, તે રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રુચિ ધરાવે છે, પરંતુ તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.
તાજેતરમાં ખેડૂત આંદોલન અંગે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ સાથે ટ્વિટર પર દલીલ કરી હતી
નોંધપાત્ર વાત એ છે કે, કંગના રનૌત તેના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ખેડૂત આંદોલન અંગે અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ સાથે ટ્વિટર પર દલીલ કરી હતી. તે જ સમયે BMCએ તેની ઓફિસનો એક ભાગ તોડી નાખ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અને તેમની વચ્ચે ટશનનો માહોલ સર્જાયો હતો. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું તે રાજનીતિના ક્ષેત્રમાં આવશે. ત્યારે રનૌતે કહ્યું કે, દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ તેને સીધી અસર કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તે રાજકારણમાં જવાની ઇચ્છા રાખે છે. કંગનાએ કહ્યું કે, તે રાષ્ટ્રીય મહત્વના વિષયોમાં રુચિ ધરાવે છે અને તેના પર પોતાની વાત રાખે છે એનો મતલબ એ નથી કે તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ છે.