મુંબઈઃ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં તાનાજી પર વાત કરતાં કોન્સેપ્ટ ઓફ ઈન્ડિયા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈ સૈફ સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થઈ રહ્યાં છે. નિવેદનને લઈ તેમની આલોચના કરવામાં આવી રહી છે. આ મુદ્દે કંગનાએ સૈફની આલોચના કરી છે.
સૈફના નિવેદન પર કંગનાનો સવાલ, 'જો ભારત નહોતું તો મહાભારત ક્યાંથી આવ્યું?' - kangna ranaut news
કોન્સેપ્ટ ઓફ ઈન્ડિયાના નિવેદનને લઈ વિવાદોમાં ઘેરાયેલા સૈફ અલી ખાનને પોતાના નિવેદનને લઈ ટ્રોલર્સ અને ટીકાકારોનો સામનો કરવા પડી રહ્યો છે. એવામાં કંગના રનૌતે પણ સૈફના આ નિવેદનની આલોચના કરી છે.
ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરયિર' માં કામ કરનાર સૈફ અલી ખાન હાલ વિવાદમાં સપડાયેલા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે તાનાજી રાજનીતિ પર ઈન્ડિયા કોન્સેપ્ટને લઈ નિવેદન આપ્યું હતું કે, 'મને નથી લાગતું કે આ ઈતિહાસ હોય. બ્રિટિશો આવ્યાં તે પહેલા ઈન્ડિયાનો કોઈ કોન્સેપ્ટ જ નહોતો.' સૈફના આ નિવેદન પર ટ્રોલર્સ તેમણે ટ્રોલ કરી રહ્યાં છે તો અનેક લોકો તેમની ટીકા કરી રહ્યાં છે.
અભિનેત્રી કંગના રનૌતે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યં કે, "મહાભારતનું હોવું એ સાબિત કરે છે કે બ્રિટિશોના શાસન પહેલા પણ ઈન્ડિયા એટલે કે ભારત હતું જ. જો ભારત હતું નહીં તો મહાભારત શું હતું? 5000 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ શું છે..? વેદ વ્યાસે શું લખ્યું..? મહાભારતમાં શ્રીકૃષ્ણ હતાં. બધા રાજાઓ સાથે મળાને લડાઈ લડી હતી. એ બધું શું સામાન્ય વાત છે. અમુક લોકો પોતાના વિચારો મુજબ પોતાનો મત રજૂ કરે છે. બીજી બાજુ કંગનાની બહેન રંગોલી ચંદેલે ટ્વિટર પર વીડિયો શેર કરી લખ્યું છે કે, 'કંગના સૈફ અલી ખાનને મહત્ત્વના સવાલો પુછી રહી છે... જવાબ આપો સૈફ'