મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખળભળી ઉઠ્યું છે.ઇન્ડસ્ટ્રીમાંથી અનેક કલાકારો તેના અનુભવ અને અભિપ્રાય શેર કરી રહ્યા છે.
કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સ અને દિગ્દર્શકો સામે નેપોટીઝમના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરનારી અભિનેત્રી કંગના રનૌતે ખુલ્લેઆમ કહ્યું કે, તે સુશાંતની આત્મહત્યા નથી પરંતુ તેની આયોજિત 'મર્ડર' છે.
કંગનાએ સુશાંતના આત્મહત્યાની ઘટના પર સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કેટલાક મીડિયા રિપોર્ટ વિશે કહ્યું કે, સુશાંતને સિસ્ટમેટિક રીતે હેરાન કરવામાં આવ્યો છે. જેમાં મીડિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. કંગનાએ સુશાંતના પિતાનું નિવેદન અને અંકિતા લોખંડેનું નિવેદન અને દિગ્દર્શક અભિષેક કપૂરનું નિવેદન વાંચતા કહ્યું કે, દરેકનું માનવું છે કે, સુશાંતને નિયમિત રીતે ધીરે ધીરે હેરાન કરવામાં આવ્યો હતો.
આ સિવાય કંગનાએ કેટલાક છપાયેલા સમાચાર લીધા અને તે સંસ્થાઓના નામ લીધા પછી તેણે કહ્યું કે, સુશાંત વિશે લગભગ પાંચ વર્ષ સુધી જુદી જુદી રીતે પરેશાન કરવા માટે તેવી વાતો છાપવામાં આવી હતી. કંગનાએ કહ્યું કે, કેટલાક સમાચારમાં તેમનું નામ લેવામાં આવ્યું નથી. પરંતુ તેમને એવી રીતે કહેવામાં આવ્યુ જેમ કે,મારા વિશે એવું કહેવામાં આવે છે કે, તેમના વાળ વાંકડિયા છે, જે મનાલીના છે, જેણે રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. એ જ રીતે સુશાંત વિશે સમાચારો લખાયા હતા કે, સુશાંત સિંહ રાજપૂત એક ટ્રક ડ્રાઈવર હોય તેવું લાગે છે. તેને એક પાર્ટીમાં દારૂ પીધા પછી ગ્લાસ ડિરેક્ટરના માથા પર માર્યો હતો. સુશાંતે તેના એક સહ-કલાકાર સાથે દુષ્કર્મ કર્યું છે, તે મીટુની જેલમાં જઈ શકે છે.
કંગનાનું કહેવું છે કે, આવી ઘણી ખોટી વાતો મીડિયા દ્વારા ફેલાવવામાં આવી હતી. આ જ વસ્તુ મારી સાથે બની છે. જ્યારે મેં તેમની સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આ લોકોએ ચાર લોકોની ગેંગ બનાવી અને મારી ફિલ્મ ફ્લોપ કરવા પ્રયત્નો કરવા લાગ્યા. લગભગ ત્રણ હજાર પત્રકારો મારી સામે આવ્યા અને મને પરેશાન કરી હતી.
આ પહેલા પણ સુશાંતસિંહની આત્મહત્યાની ઘટના પર એક વીડિયો શેર કર્યો હતો,જેમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને સુશાંતની મોતના જવાબદાર ગણાવ્યા હતા.