ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ આત્મહત્યા કેસ: કંગનાએ CBI તપાસની કરી માગ, કહ્યું- અમને સત્ય જાણવાનો અધિકાર - સુશાંત સિંહના પરિવારની CBI તપાસની માગ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલાની CBI તપાસની માગ કરતી બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે એક વીડિયો જાહેર કર્યો છે. ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે કંગનાએ આ મામલે CBI તપાસની માગ કરી છે. આ સાથે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.

અભિનેત્રી કંગના રનૌત
અભિનેત્રી કંગના રનૌત

By

Published : Aug 13, 2020, 10:40 PM IST

મંડી: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI અને ED તપાસ કરી રહ્યા છે. કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે મુંબઇ પોલીસ પણ તપાસ કરી રહી છે. સુશાંતના પિતાની ફરિયાદ પર બિહાર પોલીસે પણ કેસ નોંધ્યો છે.

એક તરફ મહારાષ્ટ્ર સરકાર આ મામલામાં CBI તપાસ કરવાનો ઇનકાર કરી રહી છે. કેન્દ્ર સરકારે બિહાર સરકારની વિનંતી પર તપાસ CBIને સોંપી છે. સુશાંત સિંહના ચાહકો ઉપરાંત અનેક હસ્તીઓ પણ આ કેસમાં CBI તપાસની માગ કરી રહ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ એક વીડિયો જારી કરીને CBI તપાસની માગ કરી છે. ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે કંગનાએ આ મામલે CBI તપાસની માગ તો કરી જ છે, સાથે જ તેણે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.

કંગના રનૌતની ટીમે ટ્વિટર પર કંગનાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કંગના કહેતી જોવા મળી રહી છે કે, "અમે સુશાંત સિંહ રાજપૂત માટે CBI તપાસની માગ કરીએ છીએ, અમને સત્ય જાણવાનો અધિકાર છે."

ABOUT THE AUTHOR

...view details