બૉલિવુડના સ્ટાર્સ પોતાના JNU હિંસા મુદ્દે રજૂ કરી રહ્યાં છે. JNUમાં થયેલી હિંસા મુદ્દે કંગના રનૌતે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, આ ઘટનાને રાષ્ટ્રીય કે, રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ.
JNU હિંસા મામલે કગંનાએ કહ્યું- 'રાષ્ટ્રીય-રાજકીય મુદ્દો ન બનાવો' - પંગા
મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌતે દિલ્હી જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (JNU)માં થયેલી હિંસાના મામલે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, આવી ઘટનાને રાષ્ટ્રીય કે, રાજકીય મુદ્દોના બનાવવો જોઈએ.
કંગના રનૌતની આગામી ફિલ્મ 'પંગા'ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, JNUમાં વિદ્યાર્થીઓ પર થયેલી હિંસાની તપાસ શરૂ છે. એવુ લાગે છે કે, JNUમાં બે જૂથ છે.
ચંદીગઢની પોતાની કોલેજના દિવસો યાદ કરતા કંગનાએ કહ્યું કે, કોજેલમાં જૂથ અથડામણની ઘટનાઓ સામાન્ય છે. હું પણ હોસ્ટેલમાં રહેતી હતી. અમારી બાજુમાં જ છોકરાઓની હોસ્ટેલ હતી. લોકો ધોળા દિવસે પણ અમારો પીછો કરતા હતા. એક વખત એક છોકરો અમારી હોસ્ટેલની અંદર છેક આવી ગયો અને ટોળા દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો, પરંતુ તેને અમારા હોસ્ટેલના વોર્ડને તેને બચાવી લીધો. પોલીસે ગુનેગારોની અટકાયત કરી, તેમને ચાર થપ્પડ મારવી જોઈએ. આ પ્રકારના લોકો દરેક જગ્યાએ, દરેક શેરી અને કૉલેજમાં જોવા મળે છે. તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જોઈએ નહીં, કારણ કે તેઓ તેના લાયક નથી.