ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મારી ફિલ્મમાં નાનો સુધારો કર્યો છે, તેનાથી ફિલ્મમાં કોઈ ફરક નહીં પડે: કંગના - Gujarat

મુંબઇ : અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે તેને આગામી ફિલ્મ "જજમેન્ટલ હૈ ક્યા" જેનું પહેલા નામ "મેન્ટલ હૈ ક્યા" હતું. આ ફિલ્મના ટાઇટલને લઇ કંગાના એ કહ્યું કે મને લાગે છે કે જ્યારે પણ કંગના સાથે જોડાયેલી કોઈ પણ વાત આવે છે, તો લોકોને પરેશાની થાય છે. હું શ્વાસ પણ લઉ છું તો લોકોને પરેશાની થાય છે. તેણે વધુમાં કહ્યું કે, સલમાન ખાનની ફિલ્મ દક્ષિણ ભારતીય ફિલ્મની રીમેક છે જેને મેન્ટલ નામ આપવામાં આવ્યું છે.

ફાઇલ ફોટો

By

Published : Jul 3, 2019, 7:44 PM IST

કંગનાએ વધુમાં કહ્યું કે, તે વખતે કોઇ પણ સમસ્યા ન હતી, પરતું હવે અમને જણાવામાં આવ્યું કે મેન્ટલ શબ્દને બેન કરવામાં આવ્યું છે.જેથી અમારી પાસે બીજો કોઇ માર્ગ ન હતો.જોકે અમને ખાતરી છે કે અમે એક સારી ફિલ્મ બનાવી છે. અમારી ફિલ્મને U/A પ્રમાણ પત્ર આપાવામાં આવ્યું છે. ફિલ્મના નામમાં નાનો ચેન્જ કરવાથી કોઇ ફરક નથી પડતું.


"મેન્ટલ હૈ ક્યા" પર ઇન્ટિયન સાઇકિયાટ્રિક સોસાયટીએ આપત્તી જણાવી હતી.જેની સેંસપ બોર્ટમાં ફરિયાદ કરાઇ હતી.જે બાદ ફિલ્મના ટાઇટલમાં ફેરફાર કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details