મુંબઈ: બજરંગી ભાઈજાન' સલમાનની કારકિર્દીની એક મોટી ફિલ્મ છે, જેણે તેની સ્ટોરીથી દેશભરના કરોડો લોકોનું દિલ જીત્યું હતું. જે ફિલ્મને આજે 5 વર્ષ પુરા થયા છે. ત્યારે, દિગ્દર્શક કબીર ખાન અને સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
સલમાન ખાન ફિલ્મસે તેની પહેલી ફિલ્મ વિશે શેર કરતાં લખ્યું હતું કે, “અમારી પહેલી ફિલ્મના પાંચ વર્ષ પુરા થતા તે ફિલ્મના યાદગાર વીડિયો અને ટ્રેલરને જોતા તે જાદુઈ ક્ષણોની ઉજવણી કરતા..હેશટેગબજરંગીભાઈજાનકેપાંચસાલ
ત્યારે, દિગ્દર્શક કબીર ખાને પણ શેર કરતા લખ્યું કે "એક ફિલ્મ જે આપણા હૃદયને સ્પર્શી ગઈ છે અને તે હંમેશાં મારા માટે ખાસ રહેશે કારણ કે, તમે 'બજરંગી ભાઈજાન' પર જે પ્રેમ અને સરાહના કરી છે. તેના બદલ આભાર માનું છું."
બીજી એક પોસ્ટમાં, કબીર ખાને શેર કરતા જણાવ્યું કે, આ ફિલ્મ રિલીઝ થયાના પાંચ વર્ષ પછી પણ જાપાનના કેટલાક થિયેટરોમાં બતાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય કે 'બજરંગી ભાઈજાન' વર્ષ 2015માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. ફિલ્મની સ્ટોરી ભારત અને પાકિસ્તાનને લગતી હતી. જેમાં બજરંગી એટલે કે સલમાન ખાન મુન્ની નામની બાળકીને પાકિસ્તાનમાં મુકવા જાય છે અને આ દરમિયાન તેનો શેનો સામનો કરવો પડે છે. તે બધું ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું.