ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2' નું પોસ્ટર રિલીઝ, ઇદના દિવસે થશે રિલીઝ - દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમ

જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે' ની સિક્વલ 'સત્યમેવ જયતે 2' બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ઇદના દિવસે રિલીઝ થશે.

john-abraham
જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2' નું પોસ્ટર રિલીઝ, ઇદના દિવસે થશે રિલીઝ

By

Published : Sep 21, 2020, 12:45 PM IST

મુંબઇ : બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે'ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મની 'સિક્વલ સત્યમેવ જયતે 2' બનવા જઇ રહી છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની પણ ઘોષણા કરવામાં આવી છે.

આ ફિલ્મમાં જોન અબ્રાહમના લીડ રોલ સાતે દિવ્યા ખોસલા કુમાર જોવા મળશે. આ ફિલ્મ 12 મે 2021ના ઇદ પર સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવશે. જોન અબ્રાહમે આ પોસ્ટરને શેર કર્યું છે. દિવ્યા ખોસલા લાંબા સમય બાદ આ ફિલ્મથી મોટા પડદા પર ફરી પાછી જોવા મળશે.

આ ફિલ્મના ડાયરેકટર મિલાપ જોવેરી લોકડાઉનના સમય દરમિયાન સ્કિપ્ટ પર કામ કરી રહ્યા હતા. ફિલ્મની શૂટિંગ ઓક્ટોમ્બર 2020માં લખનઉમાં કરવામાં આવશે. આ ફિલ્મ બાબતે મિલાપ જાવેરીએ કહ્યું કે, અમે ફિલ્મના શૂટિંગની લોકેશન મુંબઇથી બદલીને લખનઉ કર્યું છે. કારણ કે, તેનાથી કહાનીને વધુ શક્તિશાળી બનાવી શકાશે.

ABOUT THE AUTHOR

...view details