નવોદિત લક્ષ્ય રાજ આનંદ દ્વારા લખેલ અને નિર્દેશિત 'અટૈક'ને પ્રોડ્યુસ ધીરજ વાધવા, અજય કપૂરની કાયટા પ્રોડક્શમસ અને જૉનની જેએ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવશે.
જૉને કહ્યું કે, "જેએ એન્ટરટેનમેન્ટમાં અમે 'પહેલા કન્ટેન્ટ' પર ભરોસો કરીએ છીએ. અમારો પ્રયાસ છે કે, અમે એવી ફિલ્મોનું નિર્માણ કરીએ કે જેનાથી મનોરંજન કરવાની સાથે જ અમારા સંવેદનશીલ દર્શકોને બતાવવા માટે કાંઈક મહત્વપૂર્ણ પણ હોય."
ફરી એક વખત તેમની મનપસંદ શૈલી જોવા મળશે જૉન અબ્રાહમ - Bollywood News
મુંબઈઃ અભિનેતા અને નિર્માતા જૉન અબ્રાહમ હવે એક્શન થ્રિલર ફિલ્મ 'અટૈક-અ રેસ અગેન્સ ટાઇમ' પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ જૉન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કહાની એક બચાવ અભિયાનની ઘટના પર આધારિત છે. 'અટૈક'ની કહાની સાચી ઘટના પર આધારિત છે.
john abraham
'અટૈક' મજબૂત, રસપ્રદ કહાનીની સાથે મારી મનપસંદ શૈલીની ફિલ્મ છે. હું ખૂબ જ ખુશ છું કે, ધીરજ અને અજય આ પ્રોજેક્ટમાં સામેલ છે. આ ફિલ્મ ડિસેમ્બર 2019માં રિલીઝ થશે.