જણાવી દઇએ કે ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર તેની આગમી ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વિડીયો હોરર કોમેડી ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. ફિલ્મ માં જાન્હવી કપૂરની સાથે અત્રિનેતા રાજકુમાર રાવ તથા વરૂણ શર્મા પણ જોવા મળશે.આ ફિલ્મમાં રાજરુમાર રાવ જાન્હવીનું અપહરણ કરે છે.
જાન્હવી કપૂર થઇ ગઇ છે કિડનેપ, તો રાજકુમાર રાવ પણ છે આ કિડનેપિંગમાં સામેલ - viral video
મુંબઇ: ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર પોતાની ફિલ્મ રૂઆબ-ઝાની શૂટિંગ માટે રૂડકી પહોંચી ગઇ છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ ધડકથી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જાન્હવી કપૂરના અરહરણનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કારમાં અમુક લોકો જાન્હવીનું અપહરણ કરે છે.
ફાઇલ ફોટો
આ એક હોરર કોમેડી ફિલ્મ છે.આ ફિલ્મનું નામ પહેલા રૂઆબ-ઝા રાખવામાં આવ્યું હતું, જે બાદ તેનું નામ રૂઆબ-ઝા કરી દેવામાં આવ્યું છે. 24 જૂન સુધી ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર તથા દેહરાદૂના અમુક ભાગમાં ફિલ્મની શૂટિંગ કરવામાં આવશે.