ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ધાકડ ગર્લ જાયરા વસીમે બોલીવૂડ છોડવાની કરી જાહેરાત, કારણ જાણી આશ્ચર્ય થશે ! - Bollywood

શ્રીનગરઃ આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'દંગલ'માંથી કારકીર્દીની શરૂઆત કરી રાતોરાત પ્રખ્યાત થયેલી કશ્મીરી અભિનેત્રી જાયરા વસીમે ફિલ્મ ક્ષેત્રમાંથી વિદાય લેવાનો નિર્ણય લીધો છે. ફિલ્મજગતના કારણે તે પોતાના ધર્મથી દૂર જઈ રહી હતી.

hd

By

Published : Jun 30, 2019, 2:29 PM IST

અદાકાર જાયરા વસીમે ફેસબુક પોસ્ટ કરી છે અને બોલીવૂડમાં પોતાની કારકીર્દી પર પૂર્ણવિરામ મૂકવા બદલ ધાર્મિક કારણો આગળ કર્યા છે.

તેમણે કહ્યું કે. "પાંચ વર્ષ પહેલા મે એક નિર્ણય લીધ, જેણે મારુ જીવન બદલી નાખ્યું. મે બોલીવૂડમાં પ્રવેશ કર્યો અને મારી લોકપ્રિયતાનો દરવાજો ખૂલી ગયો હતો"

જાયરાએ કહ્યું કે પ્રજાનું ધ્યાન તેમની તરફ ખેંચાતુ હતુ અને તે યુવાનો માટે એક રોલ મોડલ તરીકે ઓળખાવા લાગી. પરંતુ એવું કંઈ નહોતુ. મેં જે કરવાનું અને બનવાનું વિચાર્યું હતુ, વિશેષ રીતે સફળતા અને અસફળતા સંદર્ભે મારા વિચારોના સંબંધમાં, જેને મેં હમણાં જ સમજવાનું શરૂ કર્યું છે.

અભિનેત્રીએ કહ્યું કે, મેં આજે પાંચ વર્ષ પૂર્ણ કરી લીધા છે અને હું એ સ્વીકાર કરવા માંગુ છું કે હું વાસ્તવમાં આ ઓળખથી ખુશ નથી, એટલે કે મારા કામથી.

તેણે કહ્યું, ખૂબ લાંબા સમય બાદ અનુભવાઈ રહ્યું છે કે મે કંઈક બીજું બનવા માટે સંઘર્ષ કર્યો છએ.

જાયરાએ કહ્યું કે, જેવું મે તેને સમજવાના પ્રયત્ન કર્યા કે જેને મે મારી મહેનત, સમય અને ભાવના આપી છે અને એક નવી જીવનશૈલીમાં વણાઈ જવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મને અહેસાસ થયો કે ભલે હું અહીંયા સારી રીતે ફિટ હોવ પરંતુ એ સંબંધ કેળવાયેલો અનુભવી શકતી નથી.આ ક્ષેત્રમાં હકીકતમાં મને ખૂબ પ્રેમ, સમર્થન અને પ્રશંસા આપી છે. પરંતુ તેમાં મને અજ્ઞાનતા તરફ લઈ જવાનું કાર્ય કર્યું છે. કારણ કે હું ચુપચાપ અને અજાતા 'ઈમાન'થી ભટકી ગઈ.

અભિનેત્રીએ કહ્યું કે "જ્યારે મે આવા માહોલમાં મે આ કામ ચાલુ રાખ્યું જે મારા ધર્મમાં દખલ કરે છે, તો મારા ધર્મ સાથે મારો સંબંધ મુશ્કેલીમાં મુકાયો છે."

ABOUT THE AUTHOR

...view details