ભરપૂર મનોરંજન ફિલ્મ 'જલસા ઘર' 10 મેના રોજ થશે રીલીઝ - kalpesh bhatt
અમદાવાદ: ભરપૂર મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી અને જલસાગર નામ જેવા જ ગુણો ધરાવતી આ ગુજરાતી ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થશે. નામ તેવા જ ગુણો ધરાવતી ગુજરાતી ફિલ્મ 'જલસા ઘર' ફિલ્મમાં પરિકલ્પના નિર્માતા-દિગ્દર્શક અતુલ પટેલ છે. જેમાં મુખ્ય કલાકારો હિતેનકુમાર, યામિની જોશી, નિખિલ પરમાર રાજ્યગુરુ, જીતેન્દ્ર ઠક્કર, હિતેશ રાવલ, કલ્પેશ પટેલ અને રાજેશ ઠક્કર છે.
અમદાવાદ
યુવાન વયે પોતાનો પહેલો પ્રેમ નિષ્ફળ જતા કવિ પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે, પરંતુ તેમનો પુત્ર નિષ્ઠુર અને દયાહીન હોય છે. અંતે કવિ વૃદ્ધોના આશ્રમ માટે એક બંગલામાં જલસા ઘર શરૂ કરે છે. તમામ પાત્રોને ખૂબ રસપ્રદ રીતે વણી લેવામાં આવ્યા છે. એકંદરે જલસાઘર આજના યુવાનોને પોતાના માતા-પિતાની સારસંભાળ લેવા માટે અને તેમના માટે સમય ફાળવવા માટેનો સંદેશો હળવા અંદાજમાં આપતી સામાજિક અને ભરપૂર કોમેડી ફિલ્મ છે.