ન્યૂઝ ડેસ્ક: જાનવી 6 માર્ચે તેનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ (Jahnvi Kapoor Birthday) કરવા જઈ રહી છે, 'ધડક' અભિનેત્રી જાનવી કપૂરની ફેન ફોલોઈંગ જબ્બર છે. સોશિયલ મીડિયા (Social Media) પર અભિનેત્રીના ચાહકોની લાઇન ઘણી લાંબી છે. અભિનેત્રીના Instagram પર 15 મિલિયનથી વધુ ચાહકો છે. જાનવી તેના ચાહકો માટે દરેક બીજા દિવસે સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો શેર કરીને ચાહકોના દિલને બાગ બાગ કરી દે છે.
જાનવી કપૂરે પણ આ ફેનનું દિલ તોડ્યું નહીં
તમને જણાવી દઈએ કે, જાનવી 6 માર્ચે તેનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહી છે, ત્યારે જાનવી કપૂર ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને અભિનેત્રીનો એક ડાઈ હાર્ડ ફેન કેક લઈને ત્યાં પહોંચ્યો હતો. જાનવી કપૂરે પણ આ ફેનનું દિલ તોડ્યું નહીં અને એરપોર્ટ પર જ ફેન સાથે હસીને કેક કટ કરી હતી. આ દરમિયાન જાનવી કપૂર બ્રાઉન ક્લોથમાં જોવા મળી હતી.
Jahnvi Kapoor Birthday: શ્રીદેવીની લાડલી જાનવી માટે એક ફેને કર્યું કઇક આવું... આ પણ વાંચો:Film Pathan Shooting: શાહરૂખ ખાનનો જોવા મળ્યો દમદાર લુક, રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરૂખ સ્પેન જવા રવાના
જાનવીનું ઇન્સ્ટાગ્રામ તેના ફોટોઝથી ભરેલુ છે
તમને જણાવી દઈએ કે, જાનવી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે. જાનવી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોલ્ડ ફોટોશૂટ શેર કરતી રહે છે. તે તેના ફોટોશૂટની તસવીરો ક્યારેક બોલ્ડ તો ક્યારેક એથનિક લુકમાં ઈન્સ્ટા વોલ પર ડેકોરેટ કરતી રહે છે.
જાનવી આ ફિલ્મોમાં આવશે નજર
જાનવી કપૂરની આગામી ફિલ્મો (Jahnvi Kapoor Upcoming Films)ની વાત કરીએ તો તે 'દોસ્તાના-2' અને 'ગુડ લક જેરી' જેવી ફિલ્મોમાં જોવા મળશે. જાનવી છેલ્લે ફિલ્મ 'રૂહી'માં જોવા મળી હતી.
આ પણ વાંચો:બોલિવૂડમાં શેન વોર્ન પર બનવાની હતી બાયોપિક, બાયોપિક માટે આ હોલિવૂડ એક્ટરનું નામ પણ આવ્યું હતું સામે