હૈદરાબાદ: શનિવારે અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસ 200 કરોડના ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેની એક તસવીર સોશિયલ મીડિયા (Social media Marketing) પર વાયરલ (Jacqueline Fernandez reacts on viral photo) થઈ રહી છે. આ તસવીરમાં જૈકલીન ઠગ સુકેશને આલિંગ્ન કરતી નજરે આવે છે. આ સાથે તસવીરમાં સુકેશ જૈકલીનને કિસ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા ઉપયોગકર્તાનું ધ્યાન એક્ટ્રેસના ગળાના નિશાન પર પણ ગયું છે.
જૈકલીને મીડિયાને કર્યો અનુરોધ
આ વાયરલ તસવીર બાદ જૈકલીન ફર્નાંડિસ ટ્રોલ થઇ રહી છે. હવે અભિનેત્રીએ આ વાયરલ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપતા મીડિયાને આ પ્રકારની તસવીર શેર ના કરવા વિનંતી કરી છે.
જૈકલીને વાયરલ તસવીરના સંદર્ભમાં પોસ્ટ કર્યું
જૈકલીને તેના ઈન્સ્ટાગ્રામ (Jacqueline Instagram Account) પર વાયરલ તસવીરના સંદર્ભમાં પોસ્ટ કરી લખ્યું કે, 'આ દેશ અને દેશની જનતાએ હંમેશા મને ખૂબ પ્રેમ અને આદર આપ્યો છે, જેમાં મીડિયા સંબંધિત મિત્રો પણ સામેલ છે. તેમની પાસેથી મેં ઘણું શીખ્યું છે. હાલ હું મુશ્કેલીના તબક્કામાંથી પસાર થઈ રહી છું. આ ઉપરાંત મને ખાતરી છે કે, આ પરિસ્થિતિમાં મારા મિત્રો અને પ્રશંસકો મારો ચોક્કસપણે સાથ આપશે. હાલ જૈકલીન દ્વારા આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શનને બંધ કરી દેવાયું છે.