ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જેકલીન ફર્નાન્ડીઝે મહારાષ્ટ્રના બે ગામને દત્તક લીધા - Action August Hunger

જેકલીને કોરોનાના કાળ દરમિયાન મહારાષ્ટ્રના બે ગામ પતરાળી અને શકુર ત્રણ વર્ષ માટે દત્તક લીધા છે. તેમણે ગ્રામજનોના પોષણ માટે એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશન’ સાથે ભાગીદારી શરૂ કરી છે. તેના દ્વારા લેવામાં આવેલી જવાબદારીના ભાગરૂપે 1,550 લોકોની સંભાળ લેવામાં આવશે.

જેકલીન ફર્નાન્ડીઝે મહારાષ્ટ્રના બે ગામોને દત્તક લીધા
જેકલીન ફર્નાન્ડીઝે મહારાષ્ટ્રના બે ગામોને દત્તક લીધા

By

Published : Aug 17, 2020, 10:41 PM IST

મુંબઈ: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝએ મહારાષ્ટ્રના પતરાળી અને શકુર ગામના લોકોના પોષણ માટે ‘એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશન’ સાથે ભાગીદારી કરી છે. જેકલીનને તેણે પોતાના પાલઘર પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. તેનું લક્ષ્ય કુપોષણને ખતમ કરવાનું છે. જેકલીનનું કહેવું છે કે, તે આ પ્રોજેક્ટ માટે તેનાથી બનતી કોશિશ કરશે.

કોરોના મહામારીના પ્રારંભથી જ કુપોષણને દૂર કરવા તે માટેની જાગૃતિ લાવવા માટે અભિનેત્રીએ આ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યું હતું. જેકલીને બન્ને ગામોને દત્તક લીધા છે અને સુનિશ્ચિત યોજના બનાવી છે. જેથી ગામના લોકો ક્યારેય ભૂખ્યા ન રહે. 7 ફ્રન્ટ લાઇન શ્રમિકો માટે પ્રશિક્ષણ અને નોકરી માટેની સહાયતા પ્રદાન કરવામાં આવશે. તેના સાથે જ ગામમાં કિંડર ગાર્ડન પણ બનાવવામાં આવશે.

'એક્શન અગેન્સ્ટ હંગરે પોતાના સોશિયલ મીડિયા પર આ કામને શેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જેકલીન ફર્નાન્ડીઝે પોતાના સમર્થન માટે તમને ખૂબખૂબ ધન્યવાદ આપ્યા છે. 11 ઓગસ્ટના રોજ જેકલીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તે નિમિત્તે ફિલ્મ કિક'ની સિકવલ ફિલ્મની જાહેરાત કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો લોકડાઉન દરમિયાન સલમાન સાથે મ્યુઝિકલ વીડિયો ‘તેરે બિના’માં જેકલીન જોવા મળી હતી. જે વીડિયો સલમાનના ફાર્મહાઉસ પનવેલમાં શૂટ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details