ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લગ્ન જીવનના 43 વર્ષ પુર્ણ થતા જેકી શ્રોફે પત્નીને અનોખા અંદાજમાં અભીનંદન પાઠવ્યાં - જેકી શ્રોફ આયશા શ્રોફ

જેકી શ્રોફે તેની પત્ની આયશા શ્રોફને પોતાના અનોખા અંદાજમાં લગ્નના 43 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમજ દિગ્ગજ સ્ટારના પુત્ર ટાઇગર શ્રોફ અને પુત્રી ક્રિષ્નાએ પણ માતા-પિતાને આ વિશેષ દિવસે અભિનંદન આપ્યા હતા.

jackie-shroff-funny-anniversary-wish
જેકી શ્રોફે તેના લગ્ન જીવનના 43 વર્ષ પુર્ણ થતા તેની પત્નીને અનોખા અંદાજમાં અભીનંદન પાઠવ્યાં

By

Published : Jun 5, 2020, 8:34 PM IST

મુંબઇ: અભિનેતા જેકી શ્રોફે શુક્રવારે તેની પત્ની આયશાને પોતાના અનોખા અંદાજમાં લગ્નની વર્ષગાંઠ માટે અભિનંદન આપ્યાં હતા.

અભિનેતાની હેપ્પી એનિવર્સી વિશ પર તેમની પત્ની સહીત તમામ સોશિયલ મીડિયા ફોલોઅર્સને હસાવ્યાં હતા. અભિનેતાએ એક જૂની ઇવેન્ટનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની પત્નીની સાથે છે, તેમાં તેમણે લખ્યું કે ‘ઉપરવાળાની મહેરબાનીથી… 43 વર્ષ અણનમ…’

વીડિયો ચાહકોને ખૂબ ગમ્યો હતો. આયશાએ કોમેન્ટ કરતી વખતે દિલ વાળી ઘણી બધી ઇમોજીસ શેર કરી અને લખ્યું કેે ‘સો ક્યૂટ જગ્સ’

જેકી શ્રોફે તેના લગ્ન જીવનના 43 વર્ષ પુર્ણ થતા તેની પત્નીને અનોખા અંદાજમાં અભીનંદન પાઠવ્યાં

અભિનેતાની પુત્રી ક્રિષ્ના શ્રોફે પણ ફાયર વારી ઇમોજી સાથે કોમેન્ટ કરી હતી. જેકીનો આ જ વીડિયો શેર કરતી વખતે, ક્રિષ્નાએ લખ્યું કે ‘ખૂબ જ શાનદાર કપલને હેપી એનિવર્સરી,

સાથો સાથ આજે આયેશા શ્રોફનો જન્મદિવસ પણ છે, ત્યારે ક્રિષ્નાએ તેની માતા સાથે ખૂબસૂરત ફોટો શેર કર્યો હતો અને તેના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા.

ટાઇગરે પણ પોતાના માતા-પીતાનો વીડિયો ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો અને સાથે આયશા શ્રોફની તસ્વીર પોસ્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details