બોલીવૂડ અભિનેતા ઇશાન ખટ્ટરે તેની આગામી ફિલ્મ 'ખાલી પીલી'માં અભિનેત્રી અનન્યા પાંડે સાથે મુખ્ય પાત્રમાં જોવા મળશે. એમણે નવા વર્ષના અવસર પર પ્રશંસકોને ટ્વિટ કર્યું હતું. ઇશાને તેની ફિલ્મની પહેલી ઝલક શેર કરી હતી.
ઇશાન ખટ્ટરે શેર કરી 'ખાલી પીલી'ની એક ઝલક - ડ્રામા ફિલ્મ ખાલી પીલી
મુંબઇ: ડ્રામા ફિલ્મ 'ખાલી પીલી'ના મુખ્ય અભિનેતા ઇશાન ખટ્ટરે એમના સોશિયલ મીડિયા પર ફિલ્મની એક ઝલક શેર કરી છે. આ ફિલ્મ વર્ષ 2020ના મધ્યમાં રિલીઝ થશે.
અભિનેતાએ એના ઇન્સ્ટ્રાગ્રામ પર ફિલ્મની શુટિંગ દરમિયાનની એક ઝલક શેર કરી હતી. જેમાં તે ટેક્સીની અંદર શાંતિથી બેઠો છે. તેમજ અરીસામાં જુએ છે. તેમાં અનન્યા પાંડે પેસેન્જર સીટ પર બેઠી છે અને પરેશાન જોવા મળે છે. અનન્યાએ શનિવારે એમના ઇન્સ્ટ્રાગ્રામ પર ફોટો શેર કરતા જણાવ્યું હતું કે, એમણે 'ખાલી પીલી'ની શૂટિંગ પૂર્ણ કરી લીઘું છે. શેર કરેલી તસ્વીરમાં અભિનેત્રી ઇશાન ખટ્ટર અને ફિલ્મ નિર્દશક મકબુલ ખાન સાથે જોવા મળી હતી.
અભિનેત્રીનું આ વર્ષ બહુ સારું ગયું છે. તે આ વર્ષે કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-2' માં ડેબ્યૂ કર્યું છે. ત્યારબાદ તે કાર્તિક આર્યન-ભૂમિ પેડનેકર સાથે બ્લોકબસ્ટર ફિલ્મ 'પતિ પત્ની ઓર વો' માં પણ જોવા મળી હતી. અલી અબ્બાસ ઝફર અને ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત 'ખાલી પીલી' આ વર્ષે 12 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.