ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું તમે જોઈ છે ઈરફાન અને નવાઝુદ્દિનની આ શોર્ટ ફિલ્મ, જાણો તેની ખાસ વાત - બાયપાસ

તાજતેરમાંજ આપણને છોડીને જતા રેહલા અભિનેતા ઈરફાન ખાન અને નવાઝુદ્દિન સિદ્દિકીની 'બાયપાસ' શોર્ટ ફિલ્મ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ છે. ઈરફાન ખાનના ફેન ક્લબ દ્વારા શેર કરાયેલી આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી.

Etv Bharat
Bollywood

By

Published : May 4, 2020, 7:13 PM IST

મુંબઈઃ પોતાના અભિનયથી લોકોના દિલમાં રાજ કરતાં ઈરફાન ખાન અનેે નવાજુદ્દિન સિદ્દિકીની એક શોર્ટ ફિલ્મ 'બાયપાસ' સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ છે.

યૂટ્યુબ પર સ્વર્ગીય ઈરફાન ખાનના ફેનક્લબ દ્વારા શેર કરવામાં આવેલી આ શોર્ટ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. જે ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મમાં બંને સિતારાઓ એક પણ ડાયલૉગ બોલતાં નથી. એક પણ ડાયલૉગ બોલ્યા વગર તેમની એક્ટિંગ દર્શકોના દિલને સ્પર્શ કરી જાય છે. અત્યાર સુધીમાં આ ફિલ્મને 6 મિલિયન કરતાં પણ વધુ વ્યુઝ મળી ચૂક્યાં છે.

'બાયપાસ' નામની આ ફિલ્મ માત્ર 15 મિનિટની છે અને એક સાવ શાંત ફિલ્મ છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ મિત્ર સાથે કાર લૂંટી હતી અને કારમાં સવાર દંપતીને મારી નાખ્યો હતો. આ પછી, તે બંને ખોરાક માટે પહોંચે છે અને ત્યાં ઇરફાન ખાનની એન્ટ્રી થાય છે. બંને સિતારાઓ કોઈ પણ સંવાદ વિના તેમની આંખો અને શરીરની ભાષાથી લોકોના દિલ જીતી લે છે.

આ ફિલ્મ આસિફ કાપડિયાએ પ્રોડ્યુસ કરી હતી અને અમિત કુમારે ડિરેક્ટ કરી હતી. આ તે સમયે રિલીઝ થઈ હતી જ્યારે ઇરફાન બૉલીવૂડમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details