ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઇરફાન ખાનને મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં કરવામાં આવ્યો સુપુર્દ-એ-ખાક - મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો

અવસાન બાદ ઇરફાન ખાનને બપોરે ત્રણ વાગ્યે મુંબઈના વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના પરિવારજનો, મિત્રો અને સબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
ઇરફાન ખાનને મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં કરવામાં આવ્યો સુપુર્દ-એ-ખાક
author img

By

Published : Apr 29, 2020, 6:30 PM IST

મુંબઇ: બોલીવૂડ અભિનેતા ઇરફાન ખાનને બુધવારે બપોરે 3 વાગ્યે મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં દફનાવામાં આવ્યા હતા.

તેમના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું છે કે, 'ઇરફાનને બપોરે 3 વાગ્યે મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમનો પરિવાર, નજીકના સબંધીઓ અને મિત્રો ઉપસ્તથિ રહ્યા હતા. બધાએ તેમને અંતિમ વિદાય આપી અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અમે તેમની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે, તે આજે વધુ સારી જગ્યાએ હોય. તે તેમની લડાઇમાં મજબૂત હતા, અમે ખૂબ સારા અભિનેતાને ગુમાવ્યા છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ઇરફાન ખાને બુધવારે 54 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. કોલન સંક્રમણના કારણે ઇરફાનને આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ તેમની બીમારીના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. અભિનેતાની પાછળ પત્ની સુતાપા સિકદાર અને બે પુત્રો બબીલ અને અયાન છે.

ઇરફાન ખાનના અવસાન પર બોલિવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details