મુંબઈ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયા ભટ્ટ અને તેના ઓન સ્ક્રીન પ્રેમી વચ્ચે એક લવ સીન હતો જે સ્ક્રિપ્ટ મુજબ શૂટ થવાનો હતો. પરંતુ હવે કોરોના મહામારી વચ્ચે ફરજિયાતપણે સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે આ સીન કાપી નાખવામાં આવે તેવી સંભાવના છે.
ભણસાલીની 'ગંગુબાઈ કાઠિયાવાડી'માંથી રોમેન્ટિક દ્રશ્યો દૂર કરાયા
કોવિડ-19 ને લઇને ફિલ્મોના શૂટિંગ માટે સરકાર દ્વારા જે રીતે મંજૂરી આપવામાં આવી છે તેમાં દરેક નિર્માતા/નિર્દેશકને ફિલ્મોના સેટ પર અમુક માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહે છે. જેમાં સેટ પરના તમામ કલાકારોએ માસ્ક પહેરવું, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે. નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ તેમની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માંથી સોશીયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે અંતરંગ દ્રશ્યો હટાવી રહ્યા છે.
ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડીમાંથી રોમેન્ટિક દૃશ્યો કાપી નખાયા
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ભણસાલી રોમેન્ટિક ક્લોઝનેસ દર્શાવવા માટે અન્ય કોઈ ઉપાય શોધશે, પરંતુ હાલ પૂરતું શૂટિંગ દરમિયાન અંતરંગ દ્રશ્યોનું ફિલ્માંકન ટાળવામાં આવી રહ્યું છે.
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં આલિયા એક માફિયા ક્વીનની ભૂમિકામાં જોવા મળશે.