ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એકતા કપૂરઃ ઈન્ટર્નશીપથી લઇ TV ક્વીન સુધીની કહાની...

આ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ETV ભારત મહિલાઓને ટ્રિબ્યૂટ આપી રહ્યું છે. જે મહિલાઓ પોતાની દમ પર પોતાની ઓળખાણ બનાવી છે. આજે મહિલાઓની યાદીમાં કન્ટેટ ક્વીન એકતા કપૂર વિશે જાણીશું. ગત 26 જાન્યુઆરીએ એકતા કપૂરને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

By

Published : Mar 5, 2020, 11:33 AM IST

Updated : Mar 5, 2020, 4:55 PM IST

Ekta
અંતરરાષ્ટ્રીય

મુંબઈ: એકતા કપૂર પ્રખ્યાત હસ્તિ છે. જે ટીવીની મલ્લિકાની રીતે ઓળખાય છે. એકતા કપૂરનો જન્મ બોલિવૂડ સુપરસ્ટાર જિતેન્દ્રના ઘરે થયો હતો. એકતાએ પોતાના દમ પર સફળતા મળેવી છે. એકતા કપૂરે નાની ઉંમરે પોતાના કરિયરની શરુઆત કરી હતી. જ્યારે એકતા 17 વર્ષની હતી, ત્યારે પોકેટ મની સિવાય એક્સટ્રા પૈસા કમાવવા માટે એકતા કપૂરે એક એડ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું.

એકતા કપૂરઃ ઈન્ટર્નશીપથી લઇ TV ક્વીન સુધીની કહાની...

એકતા કપૂરે પોતાના બાલાજી ટેલિફિલ્મર્સ હેઠળ 130થી વધુ ભારતીય સીરિયલ બનાવી છે. પ્રખ્યાત ટીવી સીરિયલને વાત કરવા માટે તો, ક્યોકીં સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કહી કિસી રોજ, કસોટી જિંદગી જેવી સીરિયલનો સમાવેશ થાય છે.

નાના પરદા પર તેમની સીરિયલ નાગિન, યે હૈં મોહબ્બતેં, કુમકુમ ભાગ્ય, કુંડલી ભાગ્ય, TRPની લિસ્ટમાં આવે છે. સુશાંત સિંહ રાજપૂત અને વિધા બાલન જેવા સ્ટારને કિસ્મત એકતા કપૂરની સીરિયલે બદલી છે. એકતા કપૂરે ફિલ્મો પણ બનાવી છે. જેમાં વન્સ ઓપન એ ટાઇમ ઇન મુંબઇ, ધ ડર્ટી પિક્ચર, જજમેન્ટલ હૈ ક્યા, ડ્રીમ ગર્લ જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

એકતા કપૂરે પોતાના વેબ ચેનલ ઓલ્ટ બાલાજીથી ડિઝિટલ પ્લેટફોર્મ પોતાની મજબૂત પકડ બનાવી છે. એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝને તમે જોઇ શકો છો. એકતા ફિલ્મ, ટીવી અને ડિઝિટલ ત્રણેય પ્લેટફોર્મ પર કામ કરનારી એક માત્ર મહિલા પ્રોડ્યૂસર છે.

Last Updated : Mar 5, 2020, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details