ઉલ્લેખનીય છે કે, આ વખતે ગોવામાં 20 નવેમ્બરથી IFFI ઈવેન્ટ શરૂ થઈ છે. IFFIના કાર્યક્રમ દરમિયાન બે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રજનીકાંત એકબીજાને મળ્યા હતા. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત તેમજ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા હતાં.
IFFIના સમારોહનો પ્રારંભ, બીગ બી-રજનીકાંત અને CM પ્રમોદ સાવંતે આપી હાજરી - 50th International Film Festival of India
ગોવા: પણજીમાં યોજાઈ રહેલા 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં (IFFI)માં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, અભિનેતા અમિતાભ બચ્ચન તેમજ રજનીકાંત ઉપસ્થિત રહ્યા હતા.
IFFIના ઉદ્ધાટન સમારોહનો પ્રારંભ થયો
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક મંચ પર પ્રાદેશિક સિનેમાને રજૂ કરવાનો છે. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં આ વખતે કાશ્મીરી ફિલ્મ, ગુજરાતી, મરાઠી, તમિલ અને મલયાલમ ફિલ્મો જોવા મળશે.