ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ - વેબ સિરીઝ ધ ફેમિલી મેનની બીજી સિરીઝ

અભિનેતા મનોજ બાજપાઈ સ્ટારર વેબ સિરીઝ ધ ફેમિલી મેનની બીજી સિરીઝ રિલીઝ થઈ ચૂકી છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, આ સિઝન પહેલી સિઝનથી ખૂબ જ અલગ જોવા મળી રહી છે, પરંતુ આ વખતે સિઝનમાં નવા પાત્રમાં અભિનેત્રી સામંથા અક્કિનેની જોવા મળશે.

ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ
ફેમિલી મેન વેબ સિરીઝના બીજા ભાગમાં મનોજ બાજપાઈ અલગ અંદાજમાં, અભિનેત્રી સામંથા અક્કિનેનીએ જીત્યા દિલ

By

Published : Jun 7, 2021, 11:01 AM IST

  • ધ ફેમિલી મેન 2 વેબ સિરીઝને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો
  • સિઝન 2માં મનોજ બાજપાઈ આઈટી કંપનીમાં જોબ કરતો જોવા મળ્યો
  • મનોજ બાજપાઈ તેના પરિવારને બચાવી શકશે કે નહીં?

ન્યૂઝ ડેસ્કઃ ધ ફેમિલી મેન વેબ સિરીઝની પહેલી સિઝને જે રીતે લોકો સમક્ષ ડ્રામા રજૂ કર્યો હતો, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. પોતાની ઓડિયન્સની આશા પર હવે ધ ફેમિલી મેન 2એ પણ યથાવત રાખી છે. આ સિરીઝમાં એક્શન અને હ્યુમર તો છે જ, પરંતુ આ વખતે સિરીઝમાં નવી સ્ટોરી છે, જેના તાર પહેલી સિઝનના આતંકવાદી મિશન સાથે જોડાયેલા છે. પહેલી સિઝનના તમામ મુખ્ય પાત્ર ઉપરાંત આ સિઝનમાં અભિનેત્રી સામંથા અક્કિનેની પણ નજર આવશે.

આ પણ વાંચો-'નાગિન 3' ફેમ પર્લ વી પુરી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ

બીજી સિઝનમાં શ્રીકાંતનો પરિવાર દુશ્મનની નજરમાં છે

નેશનલ સિક્યોરિટી એજન્સીમાં કામ કરનારો એક્શન મેન શ્રીકાંત તિવારી (મનોજ બાજપાઈ) હવે બદલાઈ ગયો છે. તેણે નોકરી છોડીને આઈટી કંપની જોઈન કરી લીધી છે. બાળકો અને પરિવાર સાથે ટાઈમ પસાર કરે છે. પત્ની સૂચી (પ્રિયામણી) સાથે સંપ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે કે હવે શ્રીકાંત તિવારી દેશસેવાની વર્દી ઉતારીને પારિવારિક માહોલમાં પોતાને વાળી દેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેની અંતર હજી પણ દેશ સેવાની વ્યાકુળતા ભરી છે. એક ઘટના પછી શ્રીકાંત છેવટે આઈટી કંપનીને છોડીને ફરી નેશનલ સિક્યોરિટીની સિક્રેટ એજન્સીને જોઈન કરી લે છે, પરંતુ આ વખતે તેના મિશનમાં શ્રીકાંતનો પરિવાર પણ દુશ્મનોની નજરમાં છે. તેવામાં શું શ્રીકાંત પોતાના મિશનની સાથે સાથે પરિવારની સુરક્ષા કરી શકશે? મિશન પૂરા કરવા અને પરિવારને બચાવવા માટે શ્રીકાંતનું કઈ કુરબાની આપવી પડશે? તે માટે સિઝન 2 જોવી પડશે.

આ પણ વાંચો-તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની સોનુએ જંગલની વચ્ચે તળાવમાં કર્યું સ્વિમિંગ, જૂઓ વીડિયો…

પહેલી સિઝનની જેમ બીજી સિઝન પણ હિટ

ધ ફેમિલી મેનની બીજી સિઝન 3 જૂને રિલીઝ થઈ હતી. સિરીઝની પહેલી સિઝનમાં જે રીતે ડ્રામા હતો, જે લોકોને પસંદ આવ્યો હતો. તે જ રીતે સિઝન 2માં પણ જોવા મળશે. જોકે, બીજી સિઝનમાં પહેલી સિઝનના મુખ્ય પાત્ર તો યથાવત જ છે, પરંતુ સિઝન 2માં અભિનેત્રી સામંથા અક્કિનેની જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details