ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને 'આઈકન ઓફ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ' અપાયો - 50મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ- આઈએફએફઆઈની ધમાકેદાર શરૂઆત

પણજી: ગોવામાં 50મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ- આઈએફએફઆઈની ધમાકેદાર શરૂઆત થઈ ગઇ છે. IFFI મહોત્સવનાં પહેલા દિવસે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમામાં તેમના શ્રેષ્ઠ યોગદાન બદલ 'આઈકન ઓફ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ' એનાયત કરાયો હતો.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને 'આઈકન ઓફ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ' અપાયો

By

Published : Nov 21, 2019, 2:56 PM IST

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અને તેમના નજીકના મિત્ર રજનીકાંત દ્વારા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું.

પાંચ દાયકાની કારકિર્દીમાં લગભગ 190 જેટલી ભારતીય ફિલ્મોમાં કામ કરી ચુકેલા અમિતાભ બચ્ચને તેની સફળતાનો યશ તેમના માતાપિતા, તેમની સાથે કામ કરનારા લોકો તેમજ તેમના ચાહકોને આપ્યો હતો. બચ્ચને સ્પીચમાં કહ્યું, "આ પ્રતિષ્ઠિત એવોર્ડથી મને સન્માનિત કરવા બદલ હું આઈએફએફઆઈનો આભાર માનું છુ. આજે હું જે પણ છું તે મારા માતાપિતા, મારા ડિરેક્ટર, નિર્માતાઓ અને ચાહકોને લીધે છે.

આ સાથે મેગાસ્ટારે હંમેશાં તેની સાથે રહેવા માટે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંતનો પણ આભાર માન્યો. બચ્ચને કહ્યું, "હું ગોવા સરકાર અને મારા ખૂબ પ્રિય મિત્ર અને અભિનેતા રજનીકાંતનો પણ આભાર માનું છું, તેઓ મારા પરિવારના સભ્ય સમાન છે."

આઈએફએફઆઈ 2019માં 26 ફીચર ફિલ્મો અને 15 નોન-ફીચર ફિલ્મો સહિત, 76 દેશોની 200થી વધુ ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details