હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (South Film Industy) 'સ્ટાઈલિશ સ્ટાર' અલ્લુ અર્જુનનું (Allu Arjun) નામ આ દિવસોમાં દરેકના હોઠ પર છે. તેનું કારણ છે અભિનેતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'.(Film Pushpa) આ ફિલ્મે અલ્લુ અર્જુનને 'બાહુબલી' એક્ટર પ્રભાસની જેમ રાતોરાત ફેમસ બનાવી દીધો છે. હાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા (social Media) પર વાયરલ થઇ રહ્યો છે.
અલ્લુ અર્જુનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વહેતો
'પુષ્પા'માં પરિવર્તિત થઈ રહેલા અભિનેતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે 'ફૂલ' જેવા નામવાળા 'પુષ્પા'ના પાત્રને 'ફાયર'માં બદલવામાં આવી રહ્યું છે. આ વીડિયો અલ્લુ અર્જુનના 'પુષ્પા' ટ્રાન્સફોર્મેશનનો છે.