હની સિંહે અભિનયના ક્ષેત્રમાં પણ કામ કર્યુ છે, તાજેતરમાં જ 'તુ મેરા 22 મે તેરા 22' અને 'જોરાવર' જેવી ફિલ્મો પણ ફિલ્મ જગતમાં ટકાવી શકી નહોંતી. હની સિંહને હવે ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા નથી. એક ખાનગી ચેનલમાં તેમણે જણાવ્યુ કે , મે અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું પરંતુ મને લાગે છે કે તે મારા માટે નથી. મારુ માનવું છે કે મારે અભિનય ન કરવો જોઇએ
તેમના ધમાકેદાર ગીતો કંટીન્યુ રજૂ થતા રહેશે. તેને 'ચેન્નાઇ એક્સપ્રેસ', 'ખિલાડી 786', 'બોસ' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં સુપરહીટ ગીત ગાયા પણ છે. 'સોનુ કે ટીટુ કી સ્વીટી' માટે તેને આઇફા સહિતના ઘણા એવોર્ડસમાં બેસ્ટ મ્યૂઝિક કંપોઝરનો એવોર્ડ પણ મળ્યો છે.