હૈદરાબાદ: આલિયા ભટ્ટ અને નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ટ્રેલરે (Gangubai kathiyavdi Trailer Release) સોશિયલ મીડિયા (Social Media) પર પહેલેથી જ આગ લગાવી દીધી છે. ફિલ્મમાં આલિયાએ ગંગુબાઈના રોલને ખૂબ સારી રીતે નિભાવ્યો છે. આલિયાના ડાયલોગની એક રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે આલિયા ભટ્ટને ટક્કર (Honey Girl recreate video gangubai) આપી રહી છે. જુઓ વિડીયો
હનીના આ રિક્રિએટેડ વીડિયો મચાવી ધમાલ
આ વીડિયો હની ગર્લ હરિતી નામની યુવતીએ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં હની ગર્લ ગંગુબાઈના લુકમાં જોવા મળી રહી છે. ફિલ્મનો એક ડાયલોગ, ' જમીન પર બેઠેલી બહુ સારી દેખાઈ રહી છે તું...' આદત પાડી લે કારણ કે તારી ખુરશી તો ગઇ. હનીના આ રિક્રિએટેડ વીડિયો પર બે લાખથી વધુ યુઝર્સે લાઈક આપી છે. સાથે જ આ બાળકીના વખાણમાં જોરદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. હની ગર્લે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા રિક્રિએટેડ વીડિયો શેર કર્યા છે.