ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હેમા માલિનીની તબિયતને લઈ ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા - અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ

રવિવારના રોજ અભિનેત્રી હેમા માલિની વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, અભિનેત્રીની તબિયત સારી નથી. આ સમાચાર સાંભળ્યા પછી તેના ફેંસ ચિંતિત થઈ ગયા હતા. જો કે, હેમાની પુત્રી અને અભિનેત્રી ઇશા દેઓલે આ સમાચારને અફવા ગણાવી છે.

હેમા માલિનીની તબિયતને લઈ ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા
હેમા માલિનીની તબિયતને લઈ ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા

By

Published : Jul 12, 2020, 4:50 PM IST

મુંબઇ: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષમાં એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. 11 જુલાઈની રાત્રે સમાચાર આવ્યા કે, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ દરેક લોકો તેમના તબિયત સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારબાદ, આજે સવારે સમાચાર આવ્યા કે, અનુપમ ખેરની માતા અને ભાઈ સહિત ચાર લોકો તેમના ઘરમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ પણ વાયરલ થાય છે. આવા જ એક સમાચાર આવવા લાગ્યા કે, અભિનેત્રી હેમા માલિનીની તબિયત સારી નથી.

સોશિયલ મીડિયા પર દરેક ફેંસ હેમા માલિનીની તબિયતને લઈ ચિંતામાં હતા. જોકે, તેની પુત્રી અને અભિનેત્રી ઇશા દેઓલે તેને અફવા ગણાવી છે. ઇશાએ એક ટ્વીટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, 'તેની માતા હેમા માલિની સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઇશાએ લખ્યું, 'મારી માતા હેમા માલિની તબિયત સ્વસ્થ છે. તેના સ્વાસ્થ્ય વિશે જે બધા સમાચારો સામે આવી રહ્યા છે તે અફવા છે. તેથી તે અફવાઓ પર ધ્યાન ન આપો ! તમારા પ્રેમ અને ચિંતાઓ માટે આભાર.'

રવિવાર સવારે હેમાએ પણ ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે અમિતાભ બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. હેમાએ લખ્યું કે, 'અમિત જીની ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેના માટે હું પ્રાર્થના કરું છું. મને ખાતરી છે કે, આપણા બધાની પ્રાર્થના સાથે, તેઓ સ્વસ્થ થઈ પરત ફરશે.

શનિવારે મોડી રાત્રે અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ટ્વિટર પર માહિતી આપી હતી કે, તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભ પછી જ અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details