નવી દિલ્હી : અભિનેત્રીએ દિલ્હી હાઇકોર્ટમાં ડ્રગ્સ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. હવે દિલ્હી હાઇકોર્ટ રકુલની અરજી પર આજે સુનાવણી કરશે. રકુલપ્રીતે તેમની અરજીમાં કહ્યું કે, મીડિયા કવરેજના કારણે તેમની છબીને ખુબ નુકસાન થયું છે.
ગત સુનાવણી દરમિયાન કોર્ટે કન્દ્ર સરકાર, એનબીએ, પ્રેસ કાઉન્સિલને નોટીસ ફટકારી હતી. જસ્ટિસ નવીન ચાવલાની બેંચ સુનાવણી કરશે.
ગત્ત 29 સપ્ટેમ્બરના રોજ કોર્ટે કહ્યું હતું કે, મીડિયા સંસ્થાનો કવરેજ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી શકાય નહી. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું હતુ કે, રકુલ પ્રીત આરોપી નથી. કેન્દ્રના એડિશનલ સૉલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું હતું કે, રકુલ પ્રીતને તપાસમાં સામેલ હોવાથી બોલાવવામાં આવી હતી. હાલમાં મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ યોગ્ય નથી. રકુલ પ્રીતના અધિકાર અને અભિવ્યકિતની આઝાદીનો અધિકારમાં સંતુલનની જરુર છે. ત્યારે કોર્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે માત્ર કેબલ ટીવી એક્ટ હેઠળ અધિકાર છે. તો હવે તે એ ન કહી શકે કે, આ એક સંવેદનશીલ ઘટના છે.
સુનાવણી દરમિયાન પ્રસાર ભારતીના પક્ષકારોના લીસ્ટમાંથી પોતાને દુર કરવાની માંગ કરી હતી, કારણ કે, તેને આ કેસ સાથે કોઈ લેવા-દેવા નથી. ત્યારે કોર્ટે રકુલપ્રીતના વકીલ અમીન હિંગોરાનીને પ્રસાર ભારતીની ભૂમિકા વિશે પુછ્યું હતુ. વકીલ અમન હિંગોરાનીએ કહ્યું હતું કે, ખોટા સમાચાર ચલાવી રહી છે, જે રકુલપ્રીતનાં ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. તેમણે રકુલપ્રીત સાથે જોડાયેલા સમાચારોના પ્રસારણ પર રોક લગાવવાની માંગ કરી હતી.
રકુલપ્રીતે તેમની અરજીમાં કહ્યું કે, મીડિયા કવરેજના કારણે તેમની છબીને નુકસાન થઈ રહ્યું છે. મીડિયા કવરેજમાં એનસીબીની પુછપરછમાં ખોટા સમાચારો પ્રસારિત કરવામાં આવતા હતા. રકુલપ્રીતે પહેલા પણ હાઈકોર્ટમાં અરજી કરી ડ્રગ્સ કેસમાં પોતાના પર ચાલી રહેલા મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. આ અરજી પર કોર્ટે નોટીસ જાહેર કરી હતી. કોર્ટ કહ્યું કે, મીડિયા સેલ્ફ રેગુલેશન અને પ્રોગ્રામ કોડ સહિત બીજા નિર્દોશોનું પાલન કરે.