ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Lohri 2022 : અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી સહિતના સ્ટાર્સે ચાહકોને લોહરીની પાઠવી શુભેચ્છા - Lohri celebrations are popular in world of Bollywood

બોલિવૂડની દુનિયામાં લોહરીની (Happy Lohri 2022) ઉજવણી લોકપ્રિય છે. આ અવસર પર અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સે તેમના ચાહકોને લોહરીની શુભેચ્છા ( Stars sent Lohri greetings to their fans) પાઠવી છે.

Happy Lohri 2022 : અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી સહિતના સ્ટાર્સે ચાહકોને લોહરીની પાઠવી શુભેચ્છા
Happy Lohri 2022 : અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી સહિતના સ્ટાર્સે ચાહકોને લોહરીની પાઠવી શુભેચ્છા

By

Published : Jan 13, 2022, 1:51 PM IST

હૈદરાબાદ: આજે ગુરુવારે દેશભરમાં લોહરીનો (Happy Lohri 2022) તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે પંજાબી સંસ્કૃતિમાં લોહરી (Lohri famous in Punjabi culture) વધુ પ્રખ્યાત છે, પરંતુ દેશના દરેક ખૂણે આ તહેવારની પોતાની અલગ જ મજા છે.

બોલિવૂડની દુનિયામાં લોહરીની ઉજવણી લોકપ્રિય

બોલિવૂડની દુનિયામાં પણ લોહરીની ઉજવણી (Lohri celebrations are popular in world of Bollywood) લોકપ્રિય છે. આ અવસર પર અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સે તેમના ચાહકોને લોહરીની શુભેચ્છા પાઠવી છે.

અક્ષય કુમારે લખ્યું મુબારક હો સરિયા નુ લોહરી દા ઉત્સવ, હેપ્પી લોહરી'

અક્ષય કુમારે (Akshay Kumar sends Lohri greetings to fans) ટ્વિટર પર ચાહકોને શુભેચ્છા પાઠવતા લખ્યું કે, 'મગફળી દી ખુશ્બૂ આટે ગુર દી મીઠાશ, મક્કે દી રોટી તે સરસો ધ સાગ, દિલ દી ખુશી આટે અપના દા પ્યાર, મુબારક હો સરિયા નુ લોહરી દા ઉત્સવ, હેપ્પી લોહરી'.

અભિષેક બચ્ચને લખ્યું તમારા ઘરમાં ખુશીઓ અને પ્રેમ લાવે હેપ્પી લોહરી'

અભિષેક બચ્ચને ઈન્સ્ટાસ્ટોરી પર ચાહકોને લોહરીની ઘણી શુભેચ્છાઓ પાઠવી છે. તેણે લખ્યું છે કે, 'લોહરી તમારી ચિંતાઓ અને દુઃખોને દૂર કરે, તમારા ઘરમાં ખુશીઓ અને પ્રેમ લાવે હેપ્પી લોહરી'.

અભિષેક બચ્ચન પોસ્ટ

કંગના રનૌતે ચાહકોને લોહરીની શુભેચ્છા પાઠવી

કંગના રનૌતે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને લોહરીની શુભેચ્છા પાઠવી છે.

કંગના રનૌત પોસ્ટ

અભિનેત્રી સોનલ ચૌહાણે લખ્યું 'તેરી કિસ્મત દા લિખિયા તેરે તો કૈન ખો નઈ સકદા, હેપ્પી લોહરી'

ફિલ્મ 'જન્નત'ની અભિનેત્રી સોનલ ચૌહાણે લખ્યું છે, 'તેરી કિસ્મત દા લિખિયા તેરે તો કૈન ખો નઈ સકદા, જે ઉસ દી મેહર હોવ તે તેનુ ઓ વી મિલ જાયે જો તેરા હો નઈ સકદા, હેપ્પી લોહરી'.

અભિનેત્રી પૂજા બત્રાએ લખ્યું, 'હેપ્પી લોહરી અને મંકર સંક્રાંતિની શુભકામનાઓ

90ના દાયકાની સુંદર અભિનેત્રી પૂજા બત્રાએ ટ્વિટર પર લખ્યું, 'હેપ્પી લોહરી અને દરેકને મંકર સંક્રાંતિની શુભકામનાઓ'.

અભિષેક કપૂરે લખ્યું, 'તમારા જીવનમાં દુ:ખ અને ખુશીઓ આવે હેપ્પી લોહરી'

ફિલ્મ નિર્દેશક અભિષેક કપૂરે ટ્વીટર પર લોહરીની શુભેચ્છા પાઠવતા લખ્યું, 'તમારા જીવનમાં તમામ દુ:ખ અને ખુશીઓ આવે હેપ્પી લોહરી'.

રણવીર શૌરીએલખ્યું, 'તમામને લોહરીના લાખ-લાખ અભિનંદન'.

અભિનેતા રણવીર શૌરીએ પણ ટ્વિટર પર ચાહકોને લોહરીના અભિનંદન પાઠવતા લખ્યું છે, 'તમામને લોહરીના લાખ-લાખ અભિનંદન'.

વિકી કૌશલે ચાહકોને લોહરીની શુભેચ્છા પાઠવી

'સરદાર ઉધમ' એક્ટર વિકી કૌશલે તેની ઇન્સ્ટા સ્ટોરી પર ચાહકોને લોહરીની શુભેચ્છા પાઠવી છે.

વિકી કૌશલ પોસ્ટ

શિલ્પા શેટ્ટીએ લખ્યું, 'લોહરીના આ શુભ અવસર પર તમારા જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ આવે'

લોહરીની શુભેચ્છા આપતા શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, 'લોહરીના આ શુભ અવસર પર, તમારી બધી ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થઈ જાય, તમારા જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ આવે'.

આ પણ વાંચો:

katrina vicky one month anniversary : એક મહિનાની વર્ષગાંઠ પર કેટરીનાએ શેર કરી આ તસવીર, ફેન્સે કહ્યું...

Sara Ali Khan : સારા અલી ખાન ખેડૂત બની આ રીતે કરી રહી છે કામ, જૂઓ તસવીરો...

ABOUT THE AUTHOR

...view details