ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હેપી બર્થડે બૉલીવુડ મર્દાની, પિતાની આ ફિલ્મમાં પહેલી વાર કર્યુ કામ - રાની મુખર્જી જન્મદિવસ

બૉલિવૂડની મર્દાની એટલે કે રાની મુખર્જીનો આજે 42મો જન્મદિવસ છે. એક સમય જેનો અવાજ અને લૂક જોઇને લોકો તેને ફ્લોપ હિરોઇન માની ચૂક્યા હતા. આજે તે જ બોલિવૂડમાં રાની મુખર્જીનો આગવો દબદબો છે.

Happy birhday Rani mukharji
Happy birhday Rani mukharji

By

Published : Mar 21, 2020, 11:34 AM IST

મુંબઈઃ બૉલિવૂડની મર્દાની એટલે કે રાની મુખર્જીનો આજે જન્મદિવસ છે. 'હિંચકી', અને 'મર્દાની' જેવી ફિલ્મો કરી છે તો એક સમયમાં 'કુછ કુછ હોતા હૈ' અને 'મુજસે દોસ્તી કરોગી' જેવી ફિલ્મોથી દર્શકોના દિલ પર રાજ કરે છે.

બૉલિવૂડની મર્દાની એટલે કે રાની મુખર્જીનો આજે 42મો જન્મદિવસ

પોતાની એક્ટીંગનો દમ બતાવનાર રાની મુખર્જીએ અનેક હિટ ફિલ્મો કરી છે. એક સમય જેનો અવાજ અને લૂક જોઇને લોકો તેને ફ્લોપ હિરોઇન માની ચૂક્યા હતા. આજે તે જ બોલિવૂડમાં રાની મુખર્જીનો આગવો દબદબો છે.

2005માં 'હમ તુમ' ફિલ્મ માટે રાનીને બેસ્ટ એકટ્રેસનો અવોર્ડ મળ્યો હતો.

42 વર્ષીય રાનીનો જન્મ 21 માર્ચ, 1978માં થયો હતો. રાનીએ પોતાના કેરિયરની શરૂઆત 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' થી કરી હતી. જે ફિલ્મથી જ રાનીએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. જોકે અભિનેત્રી તરીકે આ રાનીની પહેલી ફિલ્મ નહોતી. આ અગાઉ રાનીS તેના પિતા રામ મુખર્જીની બંગાળી ફિલ્મ 'બિયરે ફુલ' માં કામ કર્યુ હતુ.

પોતાની એક્ટીંગનો દમ બતાવનાર રાની મુખર્જીએ અનેક હિટ ફિલ્મો કરી છે.

રાનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક અવોર્ડ પોતાને નામ કર્યા છે. 2005માં 'હમ તુમ' ફિલ્મ માટે રાનીને બેસ્ટ એકટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. જ્યારે યુવા ફિલ્મ માટે રાનીને બેસ્ટ સપોર્ટિંગ રોલ માટે અવોર્ડ મળ્યો હતો.

બૉલિવૂડની મર્દાની એટલે કે રાની મુખર્જી

વર્ષ 2006માં રાનીને હોલીવુડ ફિલ્મ 'ધ નેમસેક' ફિલ્મ ઓફર થઈ હતી, પરંતુ તે દરમિયાન રાની 'કભી અલવિદ ના કહેના' ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તેમજ બંને ફિલ્મની રિલીઝ ડેટ ક્લેશ થતી હોવાથી રાનીને તે હોલીવુડ ફિલ્મની ઓફર ઠુકરાવી હતી.

બૉલિવૂડની મર્દાની એટલે કે રાની મુખર્જી

મર્દાની 2 બાદ જો રાનીની આગામી ફિલ્મની વાત કરીએ તો, હવે રાની બંટી ઔર બબલી ફિલ્મની સિક્વલમાં જોવા મળશે.

બૉલિવૂડની મર્દાની એટલે કે રાની મુખર્જી

ABOUT THE AUTHOR

...view details