મુંબઇ: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' નું ખૂબ જ શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
ટ્રેલર જોયા બાદ દર્શકોનો ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ ખૂબ વધી ગયો છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કેવી રીતે જાહ્નવી પરિવારને પાયલટ બનવા માટે તૈયાર કરે છે અને ત્યારબાદ તેના પિતા પંકજ કપૂર આ યાત્રામાં તેમનો સાથ આપે છે. પંકજ કપૂર છે જે તેમને તાલીમ આપે છે અને તેને પાયલટ બનવામાં મદદ કરે છે.
વળી, એવું પણ બતાવવામાં આવ્યું છે કે યુદ્ધના સમયમાં પુરુષો યુદ્ધમાં જતા હોવાથી તેમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ગુંજન સક્સેના એટલે કે જાહ્નવી કપૂરે આ માટે પોતાને કેવી રીતે તૈયાર કરી હતી.
જાહ્નવીએ ભારતીય વાયુ સેનાના ફ્લાઈંગ ઓફિસરની ભૂમિકા નિભાવી છે.
જાહ્નવીએ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મ માટે તેણે પોતાના લુકથી લઈને ર્સનાલિટી સુધી ઘણું કામ કર્યું છે.
શરણ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મ કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ નજીક નેટફ્લિક્સ પર 12 ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારીમાં છે.