ગુજરાત

gujarat

Gehraiyaan News Song: ફિલ્મ 'ગહરાઈયાં'ના નવા ગીતે મચાવી ધૂમ

દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા જેવા સ્ટાર્સથી સજ્જ આગામી ફિલ્મ 'ગહરાઈયાં'નું (Film Gahariyan) નવું ગીત આજે બુધવારે રિલીઝ (Gehraiyaan News Song Beqaaboo Release) કરી દેવામાં આવ્યું છે. જાણો આ સોન્ગ વિશે...

By

Published : Feb 9, 2022, 5:44 PM IST

Published : Feb 9, 2022, 5:44 PM IST

Updated : Feb 9, 2022, 6:20 PM IST

Gehraiyaan News Song: ફિલ્મ 'ગહરઇયાં'ના નવા ગીતે મચાવી ધુમ
Gehraiyaan News Song: ફિલ્મ 'ગહરઇયાં'ના નવા ગીતે મચાવી ધુમ

ન્યૂઝ ડેસ્ક: દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા જેવા સ્ટાર્સથી સજ્જ આગામી ફિલ્મ 'ગહરઇયાં'નું નવું ગીત (Gehraiyaan News Song Beqaaboo Release) આજે બુધવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રિલીઝ થતાની સાથે જ 'બેકાબૂ' (Beqaaboo) ગીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. થોડા કલાકો પહેલા જ સોની મ્યુઝિક ઈન્ડિયાના યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ ગીતનો વીડિયો 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

બેકાબૂને 4 લાખ વ્યૂઝ અત્યારસુધીમાં

'ગહરઇયાં' ફિલ્મનું આ નવું ગીત 'બેકાબૂ' સવેરા અને શાલ્મલી ખોલગડેએ ગાયું છે અને લિરિક્સ કૌસર મુનીરના છે. ગીતમાં દીપિકા-સિદ્ધાંત અને અનન્યા-ધીરજની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જણાવીએ કે, આ દિવસોમાં ફિલ્મની આખી કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાથે જ , ફિલ્મ' ગહરઇયાં' આ મહિને 11મી ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ Amazon Prime પર રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો:રામ સીતા પાત્રના ફેમસ એક્ટરનું ઘર ગુંજી ઉઠશે, જાણો કારણ

જાણો આ ફિલ્મમાં કોણ ક્યાં પાત્રમાં

'ગહરઇયાં' ફિલ્મમાં દીપિકા, અનન્યા, સિદ્ધાંત અને ધૈર્ય કારવા ઉપરાંત નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. અલીશા (દીપિકા પાદુકોણ) અને ટિયા (અનન્યા પાંડે) બન્ને ફિલ્મમાં પિતરાઈ કઝિન છે અને ઝૈન (સિદ્ધાંત ચતુર્વેદી) ટિયાનો મંગેતર છે, જ્યારે અલીશા અને કરણ (ધૈર્ય કારવા) પાર્ટનર છે. જો કે આ સંબંધો સ્પષ્ટ છે, પરંતુ જ્યારે આ ચારેય એક સાથે આવે છે, ત્યારે જેન અલીશાની નજીક આવવા લાગે છે. આ સંબંધોમાં ઘણી 'ગહરઇયાં' છે જે તમને ફિલ્મમાં જોવા મળશે.

દર્શકો લાંબા સમયથી ફિલ્મ 'ગહરૈયાં'ની રાહ જોઈ રહ્યા હતા.

જૌસ્કા ફિલ્મસ સાથે મળીને Viacom18 Studios અને Dharma Productions દ્વારા સંયુક્ત રીતે નિર્મિત, દર્શકો લાંબા સમયથી ફિલ્મ 'ગહરૈયાં'ની રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો:Kajal Aggarwal: સિંઘમ સ્ટાર અભિનેત્રીએ ટ્રોલ્સને 'વિનમ્ર' બનવાની સાથે 'જીવો અને જીવવા દો'ની વિનંતી કરી

Last Updated : Feb 9, 2022, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details