ફિલ્મના મેકર્સને ફેરીટેલ અને દંતકથા બનાવતી વખતે તેનો પ્રકૃતિ સાથેનું ઊંડુ જોડાણ દેખાડે છે. ડિઝની એનિમેટેડ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં એના ફેરીટેલ પ્રિન્સેસ છે અને એલ્સા મિથ્ય હિરો જેનામાં બરફ બનાવવા અને ચલાવવા માટેની જાદુઈ શક્તિઓ છે.
'ફ્રોઝન 2': પર્યાવરણનો સંદેશ આપશે - frozen 2 news
લોસ એન્જલસ: 'ફ્રોઝન 2' ફક્ત એના અને એલ્સાની વાર્તાને જ આગળ નહીં વધારે પરંતુ, આ ફેન્ટસી સ્ટોરી પર્યાવરણના સંદેશને લઈને આવી છે. ફિલ્મના કો-ડાયરેક્ટર જેનિફર લી અને ક્રિસ બકે કહ્યું કે, ફિલ્મ નેચરના પાવરને ફોકસ કરશે.
frozen 2
આ ફિલ્મ માટે રિસર્ચ ટીમ ફિનલેન્ડ નોર્વે, આર્કટિક સર્કલના ઉત્તરમાં અને આઈસલેન્ડ સુઘી ગઈ. લીએ કહ્યું કે, 'તમે અનુભવી શકો છો કે, સ્થાનિક વાર્તાઓ આપણા જીવનમાં આવી રહી છે. અમને રસ્તો બતાવી રહી છે અને તમે દરેક જગ્યાએ નેચરની સ્પીરિટને અનુભવી શકો છો અને આ અમારો મોટો હિસ્સો છે'
ઉલ્લેખનીય છે કે, ફ્રોઝન 2 ભારતમાં 22 નવેમ્બરના રોજ હિન્દી, ઈગ્લિશ, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થશે.