ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફ્રેડી દારુવાલાના પિતા કોરોના પોઝિટિવ, બંગલાનો સીલ કરાયો - corona virus updet

'હોલીડે' અભિનેતા ફ્રેડ્ડી દારુવાલાના પિતાના કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ બીએમસીએ તેના બંગલાને સીલ કરી દીધો હતો અને તેના પિતાને હાલમાં ઘરમાં જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

etv bharat
ફ્રેડી દારુવાલાના પિતાને COVID-19 પોઝિટિવ આવ્યા બાદ બંગલાનો સીલ કરાયો

By

Published : May 12, 2020, 11:54 PM IST

મુંબઇ: ફ્રેડ્ડી દારુવાલાના પિતાનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને અભિનેતાના બંગલાને સીલ કરી દીધો છે.

અભિનેતાને અક્ષય કુમારની 2014માં આવેલી ફિલ્મ 'હોલિડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી' માં ખતરનાક વિલનની ભૂમિકા માટે જાણીતા છે. આ સમાચારની પુષ્ટિ કરી હતી અને ખુલાસો કર્યો હતો કે તેના પિતાને ફલૂ, તાવ અને શરીરમાં દુખાવાનાં લક્ષણો દેખાયા હતા. ફ્રેડ્ડીના પિતા 67 વર્ષના છે અને તેમને ઘરમાં જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

અભિનેતાએ મીડિયાને જણાવ્યું હતું કે, 'મારા પિતાને શરીરમાં દુખાવો, સીઝન ફ્લૂ અને તાવના લક્ષણો હતા. તેથી અમે તેને થોડું હલકામાં લીધું. ચોથા દિવસે મને લાગ્યું કે આપણે તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. રિપોર્ટ એક બે દિવસ પછી આવ્યો જેમાં કોરોના પોઝિટિવ આવ્યા. બીએમસીએ સલાહ આપી કે અમે તેમને એવી જગ્યાએ રાખીએ જ્યાં ધણા બધા રૂમ અને બાથરૂમ હોય. જેથી અમે તેમને ઘરમાં જ રાખ્યા છે. કેમકે હોસ્પિટલ અત્યારે કોઇ પણ જરૂરીયાતમંદને કામમાં આવશે.'

બીએમસીએ દારુવાલાના બંગલાની બહાર નોટિસ લગાવી છે અને તે પછી આખી પ્રોપર્ટીને પણ સેનેટાઇઝ કરી દેવામાં આવી છે. અભિનેતાએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, બંગલામાં ઘણા રૂમ છે. તો હોમ આઇસોલેશનમાં કોઇ પ્રોબલમ નહીં થાય. પણ તે તેના 15ના પુત્ર ઇવાન વિશે ચિંતામાં છે.

ABOUT THE AUTHOR

...view details